વેધર મોડલો મુજબ, હજી પણ ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી

Weather Models Forecast: દક્ષિણ ગુજરાત અને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ એટલે કે ભુક્કા બોલાવવાનું ચાલુ જ છે.

દક્ષિણ ગુજરાત અને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતમાં હજુ 36 કલાક ભારેથી અતિભારે અને અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ આવશે એટલે હજી પણ આ વિસ્તારોમાં ભુક્કા બોલાવી દેશે

આજે સવારથી ભરૂચ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભુક્કા બોલાવી દીધા છે અને હવે આ જિલ્લાઓની સાથે સાથે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભુક્કા બોલાવવાની શરૂઆત થઈ જશે.

મધ્ય પૂર્વ ગુજરાત લાગુ દાહોદ, પંચમહાલ, દક્ષિણ અમદાવાદ, લાગુ બોટાદ અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર લાગુ અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદની સારી સંભાવના છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

Weather Models Forecast: બાકીના મધ્ય પૂર્વ ગુજરાત અને આસપાસ એટલે કે મહીસાગર, ખેડા, અરવલ્લી અને અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ, સુરેન્દ્રનગર લાગુ અમરેલી જિલ્લામાં પણ સાંજ સુધીમાં સારો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે.

દક્ષિણ અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ હજુ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, જૂનાગઢ, લાગુ દક્ષિણ રાજકોટ, પોરબંદર, દ્વારકા, લાગુ અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયા કાંઠે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ કચ્છ એટલે કે જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં અમુક અમુક વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા રહેશે.

ઉત્તર ગુજરાતમાં હજુ પણ અમુક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે અને અમુક વિસ્તારોમાં મેળ પડે તો ભારે વરસાદ પણ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, પાટણ અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

Leave a Comment

Exit mobile version