ATM નો ઈતિહાસ

આજના ડિજીટલ યુગમાં બેંકિંગ સેવાઓ ખુબ જ પ્રચલિત થઈ છે. ખાસ કરીને નવી નવી ટેકનોલોજી સાથે નવી નવી બેંકિંગ સુવિધાઓ મળી રહી છે. આજના ડિજીટલ યુગમાં મોટા ભાગના લોકોનું ઓછામાં ઓછું એક બેંક ખાતું તો હોય જ છે. જેમાંથી મોટા ભાગના લોકો બેંકના ATM કાર્ડ પણ ધરાવે છે, જેના દ્વારા તેઓ બેંકે ગયા વિના જ ATM મશીનની મદદથી બેંક ખાતામાં રહેલા પોતાના પૈસા સરળતાથી ઉપાડી શકે છે. પરંતુ તમને ખબર છે કે આ ATM Card મશીનની શરૂઆત કેવી રીતે થઈ અને તે કેવી રીતે કામ કરે છે? તો ચાલો અહીં આપણે ATM મશીન અંગેની વિગતવાર માહિતી મેળવીએ.

ATMનો ઈતિહાસ

ATM એટલે કે ઓટોમેટિક ટેલર મશીન (Automatic Teller Machine) ની રચના જ્હોન શેફર્ડ-બેરોને (John Shepherd-Barron) ઈ.સ. 1960માં કર્યો હતો. જ્હોન શેફર્ડ-બેરોન જન્મ બ્રિટિશ શાસન ભારતમાં 13 જૂન 1925માં થયો હતો. સૌપ્રથમ ATMનો પાસવર્ડ (પિન) 6 અંકનો (6 Digit) રાખવામાં આવ્યો હતો, પરંતુ જ્હોન શેફર્ડ-બેરોનના પત્નીએ જ્હોન શેફર્ડ-બેરોનને કહ્યું કે 6 અંકનો પાસવર્ડ (પિન) યાદ રાખવામાં થોડો મુશ્કેલ છે, જેથી જ્હોન શેફર્ડ-બેરોને ATMનો પાસવર્ડ 4 અંકનો પિન બનાવ્યો, જે અત્યાર સુધી ચાલી રહ્યો છે.

હાલ ભારતમાં અનેક જગ્યાઓએ ATM જોવા મળે છે. ભારતમાં સૌથી પહેલું ATM ઈ.સ. 1987 શરૂ કરવામાં આવ્યું હતુ, જે હોગકોગ એન્ડ ક્રાઉનિંગ બેંકિંગ કોર્પોરેશન (Hong Kong and Shanghai Banking Corporation- HSBC) દ્વારા મુંબઈ સ્થાપિત કરવામાં આવ્યું હતુ.     

ATM આવી ગયા પછી બેંકના મોટા ભાગના કામ ATM દ્વારા જ થવા લાગ્યા, કારણ કે જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ATMમાં નવી નવી ટેકનોલોજી આવતી ગઈ અને ધીમે ધીમે ATM ઉપયોગ વધતો ગયો. પરંતુ જ્યારે ATM બનાવવાનો વિચાર આવ્યો ત્યારે ATM બનાવનારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ATM મશીન કેવી રીતે કામ કરે છે?

  • ATMમાંથી પૈસા ઉપાડવા માટે સૌથી તમારી પાસે બેંક દ્વારા આપવામાં આવેલ Debit Card/ Credit Card હોવું ખુબ જ આવશ્યક છે.
  • બેંક દ્વારા આપવામાં આવેલ Debit Card/ Credit Card દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવા જાય ત્યારે ATM મશીન સૌથી પહેલા તમારા Debit Card/ Credit Card ની ચકાસણી કરી તમારા કાર્ડને માન્ય કરે છે.
  • તમારા Debit Card/ Credit Cardની પાછળ black magnetic script માં એન્કોડેડ રહેલા તમારા ખાતા નંબર (Account Number) ની ચકાસણી કરે છે.
  • તમારા ખાતા નંબર (Account Number) ની ચકાસણી કરી ATM મશીન વપરાશકર્તા (યુસર) પાસે Debit Card/ Credit Card નો પિન માંગે છે, જેના દ્વારા તે સાચો પિન આપનાર Debit Card/ Credit Card વપરાશકર્તાને (યુસરને) વેરીફાઈ (માન્ય) કરે છે.
  • Debit Card/ Credit Card યુસર દ્વારા ઉપર આપવામાં માહિતી બાદ બેંક નેટવર્કમાં સેટેલાઈટ નેટવર્કની મદદથી Account Number અને Pin Code ને માન્ય કરવામાં આવે છે. ATM પાસે હંમેશા ડીશ એન્ટેના (Dish Antenna) હોય છે, જેનો ઉપયોગ બેંક નેટવર્કથી સેટેલાઈટની મદદથી કોમ્યુનીકેટ (આપ-લે) કરવામાં આવે છે.
  • ઉપરોક્ત તમામ માહિતી માન્ય હશે તો ATM મશીન દ્વારા ઉપાડવામાં આવેલ રકમ વિતરણ કરવામાં આવે છે અને યુસરને પોતાના પૈસા મળી જાય છે. યુસેરને ઉપાડેલ રકમ મળ્યા બાદ ATMમાંથી ટ્રાન્ઝેક્શન કર્યાની રસીદ મળતાની સાથે જ આ ટ્રાન્ઝેક્શન સફળતા પુર્વક પુર્ણ થાય છે.

ATM ના ફાયદા:-

  1. મુસાફરી કરતા લોકો માટે ખુબ ઉપયોગી છે.
  2. ATM થી બીલ પેમેન્ટ તથા પૈસા ઉપાડી શકાય છે.
  3. ATM 24*7 સર્વિસ આપે છે.
  4. ATM થી બેંક કર્મચારીનો કાર્યબોજ ઘટે છે.
  5. ATM થી નાણા ટ્રાન્સફર કરી શકાય છે.
  6. ATM થી બેંક બેલેન્સ ચેક કરી શકાય છે.
  7. ATM થી તાજેતરના ટ્રાન્ઝેક્શન જાણી શકાય છે.

ATM નો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:-

જેમ જેમ બેંકિંગ ક્ષેત્રે નવી નવી સુવિધાઓ આવવા લાગી તેમ તેમ બેંકિંગ છેતરપીંડીના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તેથી પોતાનું બેંક અકાઉન્ટ અને ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડને સુરક્ષિત રાખવું ખુબ જ મહત્વનું છે. જો બેંક અકાઉન્ટ અને ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ સુરક્ષિત ન હોય તો બેંક અકાઉન્ટ રહેલા પૈસા ખાલી થઈ જાય છે. અહીં અમે તમને તમારું ATM કેવી રીતે સુરક્ષિત રાખવુંતે અંગેની માહિતી આપીશું.

(‌‌A) ATM કાર્ડધારકો એ પોતાનો ATM PIN સંભાળીને રાખવો અને તમારો ATM PIN કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવો જોઈએ. તેમજ સમયે સમયે પોતાનો ATM Card નો PIN બદલતા રહેવું જોઈએ.

(B) પોતાના ATM કાર્ડ સંબધિત કોઈ પણ જાણકારી કોઈ પણ વ્યક્તિ સાથે મોબાઈલ ફોન પર શેર ન કરવી જોઈએ. બેંક ક્યારેય પોતાના ગ્રાહકોને ATM કાર્ડ સંબધિત માહિતી મેળવવાનો પ્રયત્ન કરતી નથી. મોબાઈલ ફોન સાથે જ કોઈ E-Mail દ્વારા ATM કાર્ડ સંબધિત પુછવામાં આવેલી માહિતીનો પ્રત્યુતર આપવો નહી.

(C) જો Online Shopping કરવા માટે તમે તમારા ATM કાર્ડનો ઉપયોગ કરો છો ત્યારે  ખરીદી પુર્ણ થયા બાદ સાઈટ લોગ આઉટ કરવાનું ભુલશો નહીં. Online Shopping કરવા માટે પોતાના જ Computer અને Smartphone ઉપયોગ કરવો હિતાવહ છે. બિજાના Computer કે Smartphone માં વાઈરસ હોવાની સંભાવના વધુ છે.

(D) પોતાના ATM કાર્ડને પોતાના પૈસાની જેમ સાચવીને રાખો. ક્યારેક ATM કાર્ડ ગુમ થઈ જાય (ખોવાઈ જાય) ત્યારે તમારા ATM કાર્ડને તાત્કાલીક બ્લોક કરો, જેથી તમારા ATM કાર્ડનો દુરુપયોગ ન થાય.

(E) પોતાના બેંક ખાતાનું સ્ટેટમેન્ટ મોબાઈલ પર મળી રહે તેવી સુવિધા બેંક પાસેથી લેવી જોઈએ, જેના કીધે તમે જ્યારે ATM કાર્ડ પૈસા ઉપાડો કે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો, તો તે પછી બેંક અકાઉન્ટના સ્ટેટમેન્ટની ચકાસણી કરી લેવી જોઈએ. જો તમને અકાઉન્ટના સ્ટેટમેન્ટમાં કોઈ ખોટું ટ્રાન્ઝેક્શન દેખાય તો તરત જ બેંકને આ અંગેની ફરિયાદ નોંધાવો.

(F) પોતાના બેંક અકાઉન્ટ અને ATM કાર્ડને સુરક્ષિત રાખવા માટે બેંક અકાઉન્ટમાં તમારો મોબાઈલ નંબર (Mobile Number) અને ઈ-મેઈલ આઈડી (E-Mail ID) રજીસ્ટર રાખો. મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી લિંક હોવાથી બેંક અકાઉન્ટમાં થતા ટ્રાન્ઝેક્શન અંગેની માહિતી SMS અથવા E-Mail દ્વારા તમને મળી રહે.

Share