ડો. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) 2022

લોકો પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે માટે તેમની પાસે ખાવા માટે રોટલી, રહેવા માટે પોતાનું ઘર અને પહેરવા માટે સારા કપડાં હોવા ખુબ જ જરૂરી છે. ભારન એક વિકાસશીલ દેશ હોવા છતાં ભારતના ઘણા લોકો પાસે રહેવા માટે પોતાનું ઘર નથી, તેથી આવા લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના વગેરે જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. લોકો આ યોજનાનો લાભ મેળવીને રહેવા માટે પોતાનું ઘર બનાવી શકે છે. તો ચાલો આજે આપણે ડો. આંબેડકર આવાસ યોજના અંગેની સંપુર્ણ માહિતી મેળવીએ.

ડો. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) 2022 નો હેતુ

ગુજરાતમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ (Social Justice & Empowerment Department – SJED) દ્વારા ચલાવવામાં આવતી ડો. આંબેડકર આવાસ યોજનાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતી (Scheduled Caste – SC) ના લોકોને રહેવા માટે પોતાનું ઘર મળી રહે તે માટે સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં રહેતા અનુસૂચિત જાતીના લોકો ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ અથવા કાચું ગાર માટીનું મકાન (રહેવાલાયક ન હોય તેવું) ધરાવતા હોય તેવા લોકોને ડો. બાબા સાહેબ આંબેડકરના નામે ચાલતી આ આવાસ યોજના હેઠળ મકાન બનાવવા માટે આ સહાય આપવામાં છે.

ડો. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) 2022માં કેટલો લાભ મળે?

ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસૂચિત જાતીના ઘરવિહોણા લોકોને કુલ રૂ. 1,20,000/- સહાય આપવામાં આવે છે, જે તેમને રૂ. 40,000/- ના પ્રથમ હપ્તામાં, રૂ. 60,000/- ના બીજા હપ્તામાં અને રૂ. 20,000/- ના ત્રીજા હપ્તામાં એમ કુલ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે.
ડો. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) 2022નો લાભ લેવા માટે જરૂરી શરતો અને નિયમો:
(1) ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરીવારની વાર્ષિક આવક રૂ. 1,20,000/- અને શહેરી વિસ્તારમાં રહેતા પરીવારની વાર્ષિક આવક રૂ. 1,50,000/- થી વધુ ન હોવી જોઈએ.
(2) આ યોજનામાં લાભ લેનાર લાભાર્થી અથવા લાભાર્થી કુંટુંબના અન્ય સભ્યોએ સરકાર દ્વારા બહાર પાડેલી કોઈ પણ અન્ય આવાસ યોજના હેઠળ લાભ ન લીધો હોવો જોઈએ.
(3) આ યોજના હેઠળ દ્વારા મળેલ સહાયથી મકાનનું સંપુર્ણ કામ પુરું ન થાય તેથી બાકી રહેતું બાંધકામ લાભાર્થીએ પોતાના ખર્ચે પુર્ણ કરવાનું રહેશે.
(4) આવાસ યોજના સિવાય ગ્રામ્ય વિસ્તારના લોકો મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ ૯૦ દિવસની બિનકુશળ રોજગારી રૂ. ૧૭,૯૧૦/- તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે. (મહાત્મા ગાંધી નરેગાના નિયમો હેઠળ)
(5) આ સિવાય સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બનાવવા માટે રૂ. 12૦૦૦/- ની સહાય ગ્રામ્ય વિસ્તારના લોકો તાલુકા પંચાયત કચેરી શહેરી વિસ્તારના લોકો નગરપાલીકા/ મહાનગરપાલિકા તરફથી મેળવી શકશે.

ડો. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) 2022માં ફોર્મ ભરવા માટે (લાભ લેવા માટે) જરૂરી દસ્તાવેજો/ ડોક્યુમેન્ટની યાદી:

(1) અરજદારનું આધારકાર્ડ (Aadhar Card)
(2) અરજદારનું રેશનકાર્ડ (Ration Card)
(3) ચૂંટણીકાર્ડ (Voter ID Card)
(4) જાતિ નો દાખલો (Cast Certificate)
(5) વાર્ષિક આવકનો દાખલો (Income Certificate)
(6) અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
(7) અરજદારની જમીન માલિકીનો આધાર/ દસ્તાવેજ/ અકારણી પત્રક/ હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
(8) અરજદારની બેંક પાસબૂક નકલ / રદ કરેલ ચેક
(9) વિધવાના કિસ્સામાં પતિના મરણ નો દાખલો
(10) જે જમીન ઉપર મકાન બનાવવાનું છે, તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રીની સહીવાળી)
(11) મકાન બાંધકામ ચિઠ્ઠી
(12) અગાઉ આ ડો. આંબેડકર આવાસ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું

ડો. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) 2022માં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય?

(1) ડો. આંબેડકર આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટે સૌથી પહેલા કોઈ પણ વેબ બ્રાઉઝર પર E-Samaj Kalyan સર્ચ કરો અથવા તો ઈ-સમાજ કલ્યાણની અધિકૃત વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/Index.aspx પર ક્લિક કરો.
(2) જો તમે અગાઉ ઈ-સમાજ કલ્યાણની વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તો તમારે સૌથી પહેલા “New User? Please Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
(3) હવે અરજી કરનારે પોતાનું અંગ્રેજીમા પુરું નામ (આધારકાર્ડ મુજબ), લાભાર્થીની જાતિ, જન્મતારીખ, આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી દાખલ કરી નવો પાસવર્ડ બનાવી તેને કમ્ફર્મ કરવો પડશે.
(4) આ પછી ‘Register’ ના બટન પર ક્લિક કરશો એટલે ઈ-સમાજ કલ્યાણ દ્વારા તમારું નવું યુસર આઈડી અને પાસવર્ડ (User ID & Password) તમારા મોબાઈલમાં SMS દ્વારા મોકલવામાં આવશે.
(5) હવે અરજી કરનારે યુસર આઈડી અને પાસવર્ડ (User ID & Password) તેમજ Captcha Code દાખલ કરી “Log In” કરવાનું રહેશે.
(7) આ પછી વ્યક્તિગત માહિતી ભરો અને પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરી, “Save & Next” પર ક્લિક કરીને સેવ કરી લો.
(8) આ પછી નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓ હેઠળ “ડો. આંબેડકર આવાસ યોજના” પર ક્લિક કરશો એટલે આવાસ યોજનાના પ્રથમ હપ્તા માટેની અરજી ખુલી જશે.
(9) પ્રથમ હપ્તાની અરજીમાં અરજી કરનાર અરજદારે પોતાની વ્યક્તિગત માહિતી ભરી, Save & Next પર ક્લિક કરીને સેવ કરી લો.
(10) આ પછી અરજદારે પોતાની કેટેગરી, વ્યવસાય, વાર્ષિક આવક, કુટુંબના સભ્યોની સંખ્યા, અરજદારના ઘરની અને પ્લોટની માહિતી તેમજ પોતાની બેંક વિગતો ભરી વાર્ષિક આવકનો દાખલાનો નંબર અને તેને અપલોડ કરી, “Save & Next” ક્લિક કરીને સેવ કરી લો.
(11) ઉપરોક્ત તમામ વિગતો ભર્યા પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ દસ્તાવેજની સાઈઝ 1 MB થી વધારે ન હોવી જોઈએ.
(12) જરૂરી તમામ દસ્તાવેજોને અપલોડ કર્યા પછી અરજદારે “Save & Next” બટન પર ક્લિક કરવાનું રહેશે.
(13) આ પછીના સ્ટેપમાં નિયમો અને શરતો વાંચી, “હું ઉપરની બધી શરતોથી સહમત છું” ના ચેક બોક્સ પર ક્લિક કરી, “Save Application” બટન પર ક્લિક કરો.
(14) “Save Application” એટલે તમારી અરજી સબમિટ થઈ જશે, અને તમને એક અરજી નંબર (Application Number) મળશે, જેને અરજદારે સંભાળીને રાખવાનો રહેશે.

Share