શ્રમ કાર્ડ યોજના

ઈ-શ્રમ કાર્ડ (‌e- Shram Card) કાર્ડની શરૂઆત થોડા મહિના પહેલા જ શરૂઆત કરવામાં આવી છે. આપણો દેશ ભારત એક ખેતીપ્રધાન દેશ હોવાથી ખેતી સાથે સંકળાયેલા કામદારોની સંખ્યા પણ ખુબ વધારે છે. ભારત સરકાર દ્વારા નાના વ્યવસાયો કે કમદારો માટે અનેક યોજનાઓની શરૂ કરી છે, પણ યોજનાની માહિતીના અભાવના કારણે લોકો આવી યોજનાનો લાભ મેળવી શકતા નથી.

ભારત સરકાર દ્વારા શ્રમિકો (કામદારો) માટે UWIN કાર્ડ (UWIN Card), ઈ- નિર્મળ કાર્ડ (e- Nirmal Card) ઉપરાંત ટુંક સમય પહેલા જ ઈ-શ્રમ કાર્ડ (‌e- Shram Card) ની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ‌e- Shram Portal શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 38 કરોડથી વધુ કામદારોની માહિતી તૈયાર કરવામાં આવશે. ‌e- Shram Portal શરૂ થયા પછી તેમાં દેશના 26 કરોડથી વધુ લોકોએ ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે અરજી કરી છે. પરંતુ તેમાંથી કરોડો અરજી રીજેક્ટ (રદ) કરવામાં આવી છે, કારણ કે લોકોને એ ખબર નથી કે કોણ કોણ આ ઈ-શ્રમ કાર્ડ મેળવવા માટે યોગ્યતા ધરાવતા નથી.

ઈ-શ્રમ કાર્ડ (‌e- Shram Card) શું છે?

આપણા દેશના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો (કામદારો) ની માહિતી એક જ પોર્ટલ પર એકત્ર કરવાની છે. મોટા ભાગે આવા કામદારો સરકાર દ્વારા ચાલતી યોજનોનો લાભ મેળવતા નથી, કારણ કે તેમની સરકાર દ્વારા ચાલતી યોજનાઓની કોઈ પણ માહિતી  હોતી નથી, તેથી સરકારે ‌e- Shram Portal દ્વારા સરકાર આવા લોકોને ઈ-શ્રમ કાર્ડ આપે છે. ઈ-શ્રમ કાર્ડ દ્વારા સરકાર દ્વારા ચાલતી યોજનાઓનો સીધો જ લાભ અસંગઠિત ક્ષેત્રના મજુરોને મળી રહે તે માટે સરકાર દ્વારા અલગ-અલગ પગલાં લેવામાં આવશે. કારણ કે હવે સરકાર પાસે આવા કામદારોની માહિતી હશે. ઈ-શ્રમ કાર્ડધારકોને આધારકાર્ડની જેમ શ્રમ કાર્ડમાં પણ 12 અંકનો યુનિક આઈડેટિફિકેશન નંબર મળે છે.

ઈ-શ્રમ કાર્ડ (‌e- Shram Card) ના ફાયદાઓ:

 • ભારતમાં તમામ જગ્યાએ ઈ-શ્રમ કાર્ડ માન્ય રાખવામાં આવશે.
 • ઈ-શ્રમ કાર્ડ ધારકોને ફ્રી માં પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો લાભ મળશે.
 • ઈ-શ્રમ કાર્ડ ધરાવનાર વ્યક્તિનું અકસ્માતથી મૃત્યુ થાય તો રૂ. 2 લાખ સુધીની સહાય તથા સ્થારૂપથી વિકલાગ થાય તેવા કિસ્સામાં રૂ. 1 લાખની સહાય
 • ઈ-શ્રમ કાર્ડને આરોગ્યલક્ષી યોજનાઓ અને શૈક્ષણિક સહાયલક્ષી યોજનાઓ સાથે જોડવામાં આવશે.
 • ઈ-શ્રમ કાર્ડના લાભાર્થીને રોજગારી મળવાની શક્યતાઓ પણ વધી જશે.
 • ઈ-શ્રમ કાર્ડ ધારકોને સરકારી યોજનાનો લાભ સરળતાથી મળી રહેશે.

ઈ-શ્રમ કાર્ડ (‌e- Shram Card) કઢાવવા માટે જરૂરી શરતો અને નિયમો:

 • ઈ-શ્રમ કાર્ડ બનાવનાર વ્યક્તિ અસંગઠિત ક્ષેત્રનો કામદાર (અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર)‌ હોવો જોઈએ.
 • ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે જે-તે વ્યક્તિની ઉંમર 16 વર્ષથી 59 વર્ષ સુધીની હોવી જોઈએ.
 • ઈ-શ્રમ કાર્ડ બનાવનાર વ્યક્તિ EPFO અને ESIC નો સભ્ય ન હોવો જોઈએ.
 • આવકવેરો (Income Tax) ભરનાર વ્યક્તિ ઈ-શ્રમ કાર્ડ બનાવી શકતો નથી.

ઈ-શ્રમ કાર્ડ (‌e- Shram Card) કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો/ ડોક્યુમેન્ટની યાદી:

 • પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • આધાર કાર્ડ (Aadhar Card)
 • મોબાઈલ નંબર (આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ)
 • રેશન કાર્ડ (Ration Card)
 • બેંક પાસબુક (Bank Passbook)
 • ઉંમરનો પુરાવો (જન્મ તારીખનો દાખલો/ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચૂંટણીકાર્ડ વગેરે પૈકી કોઈ પણ એક)

ઈ-શ્રમ કાર્ડ (‌e- Shram Card) બનાવવા માટે કોણ કોણ અરજી કરી શકે?

 • (ખેત શ્રમિક) ખેત મજુરી કરનાર
 • કડીયાકામ કરનાર
 • સુથાર/ મિસ્ત્રી, લુહાર કામ કરનાર
 • મજુરી કામ કરનાર
 • આંગણવાડી કાર્યકાર
 • વાયરમેન (ઈલેક્ટ્રિક કામ કરનાર)
 • પ્લમ્બર
 • મોચી કામ કરનાર
 • દરજી કામ કરનાર
 • માળી
 • ફેરીયાઓ (શાકભાજી અને ફળ વેચનાર)
 • વાળંદ કામ કરનાર
 • અખબાર (છાપા વેચનાર)
 • રીક્ષા ચલાવનાર
 • અગરિયા (મીઠામાં કામ કરનાર)
 • માછલા પકડનાર
 • રોડ પર નાસ્તાની દુકાન બનાવનાર
 • રત્ન કલાકારો
 • ઘરેલું કામદારો
 • કલર કામદાર  

ઉપરોક્ત કામદારો (મજુરો) સિવાય પણ જે લોકો મજુરી કામ કરતા હોય તે લોકો ઈ- શ્રમ કાર્ડ બનાવી શકે છે.

ઈ- શ્રમ કાર્ડ (‌e- Shram Card) કઢાવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ઈ- શ્રમ કાર્ડ કઢાવવા માટે તમે CSC પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો તમે  જાતે જ તમારા મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠાં જ કરી શકો છો. જાતે જ અરજી કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે

 • ઈ- શ્રમ કાર્ડ કઢાવવા માટે ઓનલાઈન અરજી માટે ‌e- Shram Card Portal ની Official વેબસાઈટ https://eshram.gov.in/ પર જવાનું રહેશે.
 • ‌e- Shram Card Portal નું હોમ પેજ ખુલ્યા બાદ તમારે “Register on e- Shram” ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારપછી એક નવું પેજ ખુલશે ત્યાં તમારે તમારા આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરી તમે “Employees’ Provident Fund Organization (EPFO)” અને “Employees’ State Insurance Corporation (ESIC)”  ના સભ્ય ન હોય તો તમારે NO પસંદ કરી “Send OTP” નામના બટન પર ક્લિક કરો. રજીસ્ટર મોબાઈલ નંબર પર OTP આવ્યા બાદ “Sumbit” બટન પર ક્લિક કરો.
 • ત્યાર બાદ નવું પેજ ખુલશે, ત્યાં તમારો આધારકાર્ડ નંબર નાંખી “Sumbit” બટન પર ક્લિક કરશો તો ફરી એકવાર રજીસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે તે દાખલ કરી, Term and Condition ના બોક્સ પર ક્લિક કરશો, એટલે તમારા આધારકાર્ડની માહિતી વેરીફાઈ થશે અને તમને તમારો ફોટો અને અન્ય જાણકારી જોવા મળશે. ત્યાં તમારે “Continue To Enter Other Details” ના બટન પર ક્લિક કરો.
 • આ પછી તમારે તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય તથા બેંક માહિતી ભરવાની રહેશે.
 • ઉપરની તમામ માહિતી ભર્યા બાદ, જરૂરી ડોક્યુમેન્ટ (શૈક્ષણિક લાયકાત તથા આવક અંગેનું પ્રમાણપત્ર વગેરે) અપલોડ કરી “Save & Continue” પર ક્લિક કરો.
 • આ પછી, “Preview Self Declaration” કરી, ભરેલી તમામને માહિતીને ચેક કરી, Declaration પર ટીક કરી, “Submit” બટન પર ક્લિક કરો.
 • ત્યાર પછી તમારા મોબાઈલમાં એક OTP આવશે, તે  OTP દાખલ કરી “Confirm” બટન ક્લિક કરો. “Confirm” કર્યા પછી કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં.
 • ઉપરના તમામ સ્ટેપ પુર્ણ થયા બાદ, તમારે “e Shram Card Download” પર ક્લિક કરવાનું રહેશે.
Share