સપ્ટેમ્બર મહિનામાં ઘાતક વરસાદનો રાઉન્ડ; અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel/ Paresh Goswami: ગુજરાતમાં ફરીથી મેઘરાજાએ વરસાદી માહોલ સર્જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ભરૂચના વાલિયામાં સૌથી વધુ 6.24 ઇંચ વરસાદ વરસ્યો છે.

સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 4 તથા 5 સપ્ટેમ્બરે વરસાદ થવાની શક્યતા રહેશે.

ભારે વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 10મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે સ્થિતિ રહેશે.

તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં એક પછી એક સિસ્ટમ બનવાની છે. સપ્ટેમ્બરમાં વધુ વરસાદની સંભાવના પાછળનું કારણ આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, લાલીનોની અસર હજુ થઇ નથી. આમ છતાં એટમોસફેરિક વેવ મજબૂત છે.

15 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થશે. ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી

Ambalal Patel/ Paresh Goswami: બીજી તરફ મેટ્રોલોજિસ્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર રહેશે. ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું જોર વધશે. આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને દિયોગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે.

આણંદ, નડિયાદ અને કપડવંજમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતમાં 3થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 4 સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment