અંબાલાલ પટેલની મોટી આગાહી; 16થી 24 તારીખ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel Weather Alert: રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ભારે વરસાદથી અનેક ભાગો જળબંબાકાર થયા છે. દેશમાં હજુ પણ 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

16થી 24 ઓગસ્ટ વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, કચ્છ અને પંચમહાલના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ઉપરાંત કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલે વધુમાં જણાવ્યું કે, 24 ઓગસ્ટ બાદ કૃષિ પાકોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ થવાની શક્યતા રહેલી છે. અંબાલાલે ખેડૂતોને સાવચેત રહેવા તથા યોગ્ય પગલાં લેવા સલાહ આપવામાં આવે છે.

અંબાલાલ પટેલે આગાહી કરી કે, 15મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળના ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. તો જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે.

આ સિવાય વડોદરા, આણંદ, બોડેલી, પાદરા અને કરજણમાં ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત છોટા ઉદેપુર અને પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment