ડીપ ડિપ્રેશન સિસ્ટમ મજબૂત બનતાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદની આગાહી

WhatsApp Group Join Now

ડીપ ડિપ્રેશન સિસ્ટમ: સિસ્ટમ ખુબ જ મજબૂત બની ગઈ છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગાહી મુજબ અતિભારે વરસાદ અને અતિશય ભારે વરસાદ ચાલુ જ છે.

આ સિસ્ટમ અત્યારે સ્થિર થઈ ગઈ છે. ગઈકાલ બપોરથી ત્યાં જ છે. ભુજની થોડી ઉત્તર તરફ છે અને હજુ થોડો સમય સ્થિર જ રહેશે.

તમામ પરિબળોને જોતા સિસ્ટમ છેલ્લા 12 કલાકમાં વધુ મજબૂત બની છે. આ સિસ્ટમ થોડી મજબૂત બનીને સાઇકલોન એટલે કે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. સિસ્ટમની અસરથી કચ્છમાં અતિભારે વરસાદ અને અતિશય ભારે વરસાદ ચાલુ છે.

સિસ્ટમની અસરથી નલિયામાં ગઈ મોડી રાતથી જ 55 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને સાઈક્લોન બનશે એટલે પવનની ગતિ વધુ વધશે.

આજે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને લાગુ ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂકશે. અમુક વિસ્તારોમાં પવનની ઝડપ વધીને 60થી 70 કિમી પ્રતિ કલાક અને ઝટકાના પવનો 70થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂકાય શકે છે.

ડીપ ડિપ્રેશન સિસ્ટમ: કચ્છમાં આવતા 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ અને ઘણા વિસ્તારોમાં અતિશય ભારે વરસાદની સંભાવના છે. સિસ્ટમની મૂવમેન્ટ મુજબ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ સમયે વરસાદ આવશે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ 24થી 36 કલાક ભારેથી અતિભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડશે. દ્વારકા અને જામનગર જિલ્લામાં વધુ અસર રહેશે. પોરબંદરમાં પણ હજુ ભારે વરસાદની શક્યતા છે.

ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં હજુ આવતા 24 કલાક ભારેથી અતિભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદની શક્યતા છે. મોરબી જિલ્લામાં વધુ અસર રહેશે. રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લામાં પણ હજુ ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક અમુક વિસ્તારોમાં હજુ ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા છે.

અરબના દેશો તરફથી આવતી સૂકી હવાથી રાજ્યના બાકીના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું થતું જશે. તેમ છતાં અમુક વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment