ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ; સિસ્ટમ નજીક આવતાં રાજ્યમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

WhatsApp Group Join Now

આગાહી સમાચાર: સેટેલાઇટ મુજબ સિસ્ટમનું લોકેશન મધ્યપ્રદેશના ભોપાલથી ઉતર પૂર્વ દિશામાં સાગર પાસે હતું. છેલ્લી 12 કલાકમાં સિસ્ટમ મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આગળ વધી છે અને મજબૂત થઈ વેલ માર્ક લૉ પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે.

આગામી 24 કલાક હજુ પણ મુખ્યત્વે પશ્ચિમ દિશામાં આગળ વધી પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર આવી વધુ મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાશે.

સિસ્ટમની અસરથી ગઈ કાલ સવારથી ગુજરાત રિજિયનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જે આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને સિસ્ટમ જેમ જેમ નજીક આવશે તેમ રાજ્યમાં ભારે વરસાદના વિસ્તારો અને તીવ્રતામાં વધારો થશે.

આજે બંગાળની ખાડીમાં બીજું એક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન હાલ ઉતર બંગાળની ખાડીમાં સક્રિય છે જે આગામી 24 કલાકમાં મજબૂત થઈને નવી લૉ પ્રેશર સિસ્ટમ બનશે.

આગાહી સમાચાર:: આ સિસ્ટમ પશ્ચિમ ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધી ડિપ્રેશન સિસ્ટમ સાથે જોડાઈ એક બહોળું સર્ક્યુલેશન બનાવશે.

ડિપ્રેશન સિસ્ટમ 26 તારીખ સાંજ સુધીમાં ઉતર ગુજરાત લાગુ દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો ઉપર છવાશે જે ત્યારબાદ ખૂબ ધીમી ગતિએ પશ્ચિમ દિશામાં આગળ વધી ઉત્તર ગુજરાત, કચ્છ અને લાગુ પાકિસ્તાન બોર્ડરના વિસ્તારો નજીકથી પસાર થશે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

સિસ્ટમની પશ્ચિમે હાઈ પ્રેશર સક્રિય હોય જે સિસ્ટમને આગળ વધવામાં અવરોધ ઊભો કરશે જેથી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધશે.

આ સિસ્ટમની અસર હેઠળ આગામી 72 કલાક સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે જેમાં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડશે.

ઉતર – મધ્ય – પૂર્વ ગુજરાત, મધ્ય-ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અખાત લાગુ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ સાવધાની રાખવી.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પણ ભારે પવન સાથે કેટલાક સ્થળે ભારે વરસાદની શક્યતા રહેલી છે. સિસ્ટમની આગામી દિશા પ્રમાણે ભારે વરસાદના વિસ્તારોમાં ફેરફાર શક્યતા છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment