અસના વાવાઝોડું: પરેશ ગોસ્વામીની ભયંકર આગાહી, આ વાવાઝોડાંથી 48 વર્ષનો રેકોર્ડ તુટશે…

WhatsApp Group Join Now

પરેશ ગોસ્વામી વેધર: બંગાળની ખાડીમાંથી ગુજરાત પર આવેલી મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર ગુજરાતમાં આવીને ડીપ ડિપ્રેશન બન્યું હતુ.

પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ હતુ કે, આજે (30 ઓગસ્ટ) આ ડીપ ડિપ્રેશન કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં ઉતરી જશે.

પરંતુ ગુજરાતના પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 24 કલાક સુધી હજી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. વરસાદની તીવ્રતામાં એકંદરે ઘટાડો થશે.

હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, આ સિસ્ટમ કચ્છના જખૌથી અરબી સમુદ્રમાં આગળ વધશે એટલે આજે આ ડીપ ડિપ્રેશન કદાચ વાવાઝોડામાં ફેરવાઇ શકે છે અને તે સાઇક્લોન સ્ટ્રોમ બની શકે છે.

જો આ વાવાઝોડું બનશે તો તેને પાકિસ્તાન તરફથી અસના નામ આપવામાં આવશે. આ વાવાઝોડું સૌથી ઓછી આયુનું હશે. આ વાવાઝોડું બનશે તો 6થી 8 કલાક સુધી બનશે અને તે બનીને વિખેરાઇ જશે. આ વાવાઝોડાથી ગુજરાતને કોઇ વધારે ખતરો નથી.

આ વાવાઝોડાને કારણે ગુજરાતને માત્ર એટલો જ ખતરો છે કે, ગુજરાતનાં કચ્છના પશ્ચિમ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો પર વરસાદ અને પવન જોવા મળશે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

પરેશ ગોસ્વામી વેધર: પરેશ ગોસ્વામીએ વધુમા જણાવ્યુ છે કે, આજ સુધી જે વરસાદ નોંધાયા છે તેની તીવ્રતામાં ઘટાડો નોંધાશે પરંતુ પવન વધારે જોવા મળશે.

આવનારા 24થી 36 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40થી 60 કિમી પ્રતિકલાક આ પવનો ફૂંકાય અને એના ઝટકાંના પવનો 70થી 80 કિમીના જોવા મળે તેવી શક્યતા છે.

જો આ સિસ્ટમ દરિયામાં જઇને વાવાઝોડું બનશે તો આ 48 વર્ષનો રેકોર્ડ તૂટશે. આજથી 48 વર્ષ પહેલા એકવાર એવું પણ બનેલું છે કે, બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવી અને અરબ સાગરમાં સાયક્લોન બન્યું હતુ.

આ સાયક્લોન પણ 1967ના ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં આ થયું હતુ. તે પછી ગુજરાત પરની સિસ્ટમ અરબસાગરમાં જઇને વાવાઝોડું બન્યું નથી.

પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, આ સાયક્લોનથી ગભરાવવાની જરૂર નથી. આ સાયક્લોન ગુજરાતને અસર કરશે નહીં. આ વાવઝોડું બનીને ગુજરાતથી દૂર જશે એટલે ગુજરાતને કોઇ ખતરો રહેશે નહીં.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment