પરેશ ગોસ્વામીની આગાહી; ઉપરા-ઉપરી બે-બે સિસ્ટમો, અતિવૃષ્ટિ જેવો જોરદાર વરસાદ

WhatsApp Group Join Now

પરેશ ગોસ્વામી: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીમી-ધારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વરસાદના સામાન્ય-હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે. આ સાથે જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.

આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં જ આવનારા બે વરસાદી રાઉન્ડની આગાહી કરી છે. આ સાથે જ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ખૂબ સારા વરસાદનું સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, હમણા સારા વરસાદની કોઇ શક્યતાઓ નથી. હવામાં ભેજના કારણે છૂટછવાયા સામાન્ય ઝાપટા પડે તે અપવાદ રહેશે. બાકી હમણા ગુજરાતમાં વરાપ જેવો મહોલ જોવા મળશે.

જોકે રાજ્યમાં 17-18 ઓગસ્ટે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. વરસાદનો આ રાઉન્ડ 21 તારીખ સુધી ચાલુ રહેશે. આ રાઉન્ડમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. અમુક વિસ્તારમાં વરસાદ હશે, તેમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી સંભાવના છે.

પરેશ ગોસ્વામી: આ પછી 22થી 30 ઓગસ્ટ સુધીનું જે સેશન હશે તેમાં રાજ્યમાં સારામાં સારો વરસાદ થશે. ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડતો હોય તે સરેરાશ કરતાં પણ વધારે વરસાદ નોંધાઇ જાય તેવી શક્યતાઓ રહેલી છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

ખાસ કરીને, ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડશે જેવી રીતે જુલાઇ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં જે અતિભારે વરસાદ નોંધાયો હતો, તેવો અતિભારે વરસાદ 22થી 30 ઓગસ્ટ દરમિયાન નોંધાઇ શકે છે.

અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે તેવો વરસાદ પણ નોંધાઇ શકે છે. ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે જે વરસાદથી વંચિત છે એવા વિસ્તારોને પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે. આ મોટી સિસ્ટમ હશે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment