એલર્ટ/ સાવધાન ભારે વરસાદ: મધ્ય પુર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે અને આવતા બે દિવસમાં મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ અને અમુક વિસ્તારો ભુક્કા બોલાવી દે તેવા વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાં આવતા 48 કલાકમાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવે આજે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગળના દિવસોમાં ભુક્કા બોલાવી દે તેવા વરસાદની પણ શક્યતા છે.
આજે ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર પૂર્વ ગુજરાતમાં બધા જિલ્લામાં પણ આજે વરસાદની શરૂઆત થઈ જશે. બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અમુક વિસ્તારોમાં આવતા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
સૌરાષ્ટ્રમાં આજથી ધીમે ધીમે સારી શરુઆત થતી જશે. ઉત્તર સૌરાષ્ટ્ર, લાગુ મધ્ય સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રથી વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ બાકીના મધ્ય સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ શરૂઆત થઈ જશે.
આજે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, લાગુ ઉત્તર રાજકોટ, લાગુ દક્ષિણ મોરબી જિલ્લાથી શરૂઆત થશે અને પછી આગળ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં આગળ વધશે.
કચ્છમાં પણ હવે આજકાલમાં અમુક વિસ્તારોમાં વરસાદની સારી શરુઆત થઈ શકે અને પછી આગળ જતાં વરસાદ અને વિસ્તારમાં વધારો થતો જશે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 25થી 28/30 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ અને ઘણા વિસ્તારોમાં ભુક્કા બોલાવી દે તેવો વરસાદ પડી શકે છે.
ઘણા સમયથી ન જોયો હોય તેવો રાઉન્ડ રહે તેવી શક્યતા છે. સિસ્ટમ ઘણી મજબૂત બનશે અને એક શક્યતા મુજબ દ્વારકાથી કચ્છના કાંઠે આવશે ત્યારે સાઇકલોન – વાવાઝોડું પણ બની શકે છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.