ચૂંટણી કાર્ડમાં સુધારો કેવી રીતે કરવો? નામ, ફોટો, જન્મ તારીખ, મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે…

ટૂંંક સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે ચૂંટણી કાર્ડમાં નામ, સરનામું, જન્મતારીખ, રીલેશન, ફોટો વગેરે સાચું અને સચોટ હોવું જરૂરી હોય છે. અમે અમારી અગાઉની પોસ્ટમાં નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અંગે જણાવ્યું હતુ. જો તમારે તેના વિશેની માહિતી મેળવવી હોય તો તમે અમારી વેબસાઈટ Loksahay. com મુલાકાત લઈ શકો છો.

જો તમારું ચૂંટણી કાર્ડ નીકળી ગયુ છે અને તેમાં કોઈ માહિતી ખોટી આવી હોય તો તેને કેવી રીતે સુધારી શકાય? તે અંગેની તમામ માહિતી અહીં આ પોસ્ટમાં આપવામાં આવી છે. અહીં આ પોસ્ટમાં ચૂંટણી કાર્ડ સબંધિત તમામ સુધારા વધારા (Voter ID Card update) માહિતી મેળવીશું.

ચુંટણી કાર્ડમાં નામ, જાતિ, જન્મ તારીખ, સંબંધનો પ્રકાર, સંબંધીનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને ફોટામાં સુધારો થઈ શકે છે. આ સુધારા કેવી રીતે કરવા અને આ સુધારા કરવા માટે ક્યાં ક્યાં દસ્તાવેજોની જરૂર પડે તે અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે.

ચૂંટણી કાર્ડમાં સુધારા (Voter ID Card Update) કરવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી

 1. પાણી/ વીજળી/ ગેસ કનેક્શન બિલ
 2. આધારકાર્ડ
 3. કરંટ બેંક પાસબુક/ પોસ્ટ ઓફિસ પાસબુક
 4. ભારતીય પાસપોર્ટ
 5. કિસાન બાહી સહિતના રેવન્યુ વિભાગની જમીનની માલિકીનો રેકોર્ડ
 6. નોંધાયેલ ભાડું લીઝ ડીડ
 7. નોંધાયેલ વેચાણ ખત
 8. બર્થ સર્ટીફીકેટ (જન્મ તારીખનું પ્રમાણપત્ર)
 9. પાનકાર્ડ
 10. ડ્રાઈવિંગ લાઇસન્સ
 11. અન્ય દસ્તાવેજ

ચૂંટણી કાર્ડમાં સુધારો કેવી રીતે કરવો?

આ સુધારા કરવા માટે સૌપ્રથમ ELECTION COMMISSION OF INDIA (ECI) ની વેબસાઈટ પર અકાઉન્ટ હોવું જોઈએ. આ અકાઉન્ટ કેવી રીતે બનાવવું તે માહિતી https://loksahay.com/voters-registration/ પર આપવામાં આવી છે.

ECI ની વેબસાઈટ પર લોગ ઈન થઈ ગયા ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા ‘Fill Form 8’ ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, જેમાં બે ઓપ્શન ખુલશે. જો તમારે તમારા ચૂટણી કાર્ડમાં સુધારો કરવો હોય તો, ‘Self’ સિલેક્ટ કરો અથવા બીજા કોઈના ચૂંટણી કાર્ડમાં સુધારો કરવો હોય તો, ‘Other elector’ પસંદ કરી તેનો ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરો અને ‘Submit’ નામના બટન પર ક્લિક કરો.

આ પછી એક નવી ટેબ ખુલશે તેમાં, ‘Correction of Entries in Existing Electoral Roll’ નો ઓપ્શન પસંદ કરી Ok પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ નંબર 8 ખૂલી જશે. આ પછી તમારે તમારું રાજ્ય, જિલ્લો અને વિધાનસભા સિલેક્ટ કરી Next પર ક્લિક કરવાનું રહેશે. આગળમાં સ્ટેપમાં જો તમારે આધારકાર્ડ, મોબાઈલ નંબર અને E-Mail માહિતી Add કરવી હોય તો Add કરી Next બટન પર ક્લિક કરો.

1. નામમાં સુધારો

ચૂંટણી કાર્ડમાં તમારું નામ ખોટું હોય ત્યારે તેમાં સુધારો કરવા માટે ‘Name’ ચેકબોક્સ ટીક કરો. જેમાં તમારે ફક્ત તમારું નામ દાખલ કરી જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાનું રહેશે.

2. જાતિમાં સુધારો

ચૂંટણી કાર્ડમાં તમારી જાતિ સુધારવા માટે ‘Gender’ ના ચેકબોક્સ ટીક કરી (ખરાની નિશાની) જાતિ પસંદ કરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.

૩. જન્મ તારીખમાં સુધારો

જન્મ તારીખમાં સુધારો કરવા માટે ‘DoB/Age’ ચેકબોક્સ પર ક્લિક કરી તમારી સાચી જન્મ તારીખ દાખલ કરો અને જન્મ તારીખ સુધારોનો પ્રુફ અપલોડ કરો.

4. સંબંધનો પ્રકાર

મતદાર યાદીમાં સંબંધના પ્રકારમાં ફેરફાર માટે ‘Relation type’ બોક્સ પર ક્લિક કરીને માતા-પિતા, પતિ-પત્નિ અથવા તો અનાથના કિસ્સામાં કાનૂની વાલી અને ત્રીજા લિંગના કિસ્સામાં ગુરુ જે હોય તે પૈકી કોઈ પણ એક પસંદ કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

5. સંબંધીનું નામ

મતદાર ઓળખપત્રમાં તમારા સંબંધીના નામમાં ફેરફાર હોય અને તેને સુધારવું હોય તો ‘Relative’s Name’ ના આગળ આપેલા બોક્સમાં સાચાની નિશાની કરીને સંબંધીનું નામ દર્શાવવાનું રહેશે જે માટે જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.

6. એડ્રેસમાં ફેરફાર

Voter ID Card માં આપેલા એડ્રેસમાં ફેરફાર કરવા માટે તમારે તમારું સંપુર્ણ એડ્રેસ (રહેઠાંણ પુરેપુરું સરનામું) જેમાં ઘર/ બિલ્ડિંગ/ એપાર્ટમેન્ટ નંબર, વિસ્તારનું નામ, પોસ્ટ ઓફિસનું નામ, ગામનું નામ, તાલુકાનું નામ અને પિન કોડની માહિતી દર્શાવવી પડશે. એડ્રેસનો આધાર પુરાવો અપલોડ કરવો પડશે.

7. મોબાઈલ નંબર

Voter ID Card માં મોબાઈલ નંબર એડ કરવા માટે અથવા તો અપડેટ કરવા માટે ‘Mobile Number’ ના બોક્સ પર ક્લિક કરો અને મોબાઈલ નંબર એડ કરો. મોબાઈલ નંબર એડ કરવા માટે કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે.

8. ફોટોગ્રાફ સુધારવા

ફોટોગ્રાફ સુધારવા માટે ‘Photo’ ઓપ્શનનું બોક્સ ટીક કરીને તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે.

ઉપરોક્ત જે સુધારા કર્યા હોય તે પછી ‘Declaration’ અને ‘Submission’ ફોર્મ ભરી અરજી સબમિટ કરવાની રહેશે. અરજી સબમિટ કરતાં અરજી ક્રમાંક મળી જશે. થોડાક દિવસના સમયગાળા બાદ તમારી અરજી મંજુર થઈ જશે અને તમારું અપડેટ થયેલું નવું ચૂંટણી કાર્ડ પોસ્ટ ઓફિસ મારફતે તમારા ઘરે પહોંંચી જશે. આ સિવાય તમે e-EPIC Card પણ ડાઉનલોડ કરી શકો છો.

Leave a Comment