Ration Card e-KYC: રેશન કાર્ડ e-KYC કેવી રીતે કરવું? જાણો રેશન કાર્ડ e-KYC કરવાની સંપુર્ણ પ્રોસેસ…

Ration Card e-KYC (રેશનકાર્ડ e-KYC)

લોકોને હાલમાં રેશનકાર્ડ e-KYC માટે ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે તમે ઘરે બેઠાં પણ મોબાઈલ દ્વારા ‘My Ration’ એપ્લિકેશન ડાઉનલોડ કરી ફ્રીમાં રેશનકાર્ડ e-KYC કરી શકો છો.

રેશનકાર્ડનું e-KYC કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેના દ્વારા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોન દ્વારા રેશનકાર્ડનું e-KYC કરી શકો છો.

રેશનકાર્ડ e-KYC ક્યાં ક્યાં થઈ શકે?

(1) My Ration Mobile Application: My Ration એપ્લિકેશન દ્વારા ઘેર બેઠા કુટુંબના તમામ સભ્યોનું e-KYC કરી શકાય છે.

(2) ઈ-ગ્રામ કેન્દ્ર (V.C.E.): ગ્રામ્ય વિસ્તારોના રેશનકાર્ડ ધારકો પોતાના વિસ્તારના ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈને e-KYC કરાવી શકે છે.

(3) મામલતદાર કચેરી/મહાનગર પાલિકા કચેરી: શહેરી વિસ્તારના રેશનકાર્ડ ધારકો પુરવઠા વિભાગની કચેરીમાં રૂબરૂ જઈ e-KYC કરી શકે છે.

રેશનકાર્ડ e-KYC કરવા માટે જરૂરી દસ્તાવેજ:

  • રેશન કાર્ડ e-KYC કરવા માટે રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર જરૂર પડે છે.

રેશનકાર્ડ e-KYC કેવી રીતે કરવું?

(1) રેશનકાર્ડ e-KYC કરવા માટે સૌપ્રથમ My Ration એપ ડાઉનલોડ કરી તેમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

(2) My Ration એપ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ Log In કરીને આધાર e-KYC નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.

(3) રેશન કાર્ડ નંબર દાખલ કરો અને ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો’ બટન પર ક્લિક કરો.

(4) કાર્ડના સભ્ય પસંદ કરો અને ‘આ સભ્યમાં આધાર e-KYC કરો’ બટન પર ક્લિક કરો.

(5) પસંદ કરેલા સભ્યની આધાર આધારિત ચકાસણીથી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે, સંમતિ ચેકબોક્સ પસંદ કરો અને ‘આધાર ઓટીપી જનરેટ કરો’ બટન પર ક્લિક કરો.

(6) પ્રાપ્ત થયેલ આધાર OTP દાખલ કરો અને ‘ઓટીપી ચકાસો’ બટન પર ક્લિક કરો.

(7) જો OTP મેળ ખાય છે તો તમને સફળતાનો સંદેશ મળશે અને પસંદ કરેલા સભ્યનું ફેસ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે.

આધાર Face Authentication કરવાના પગલાં:

(1) કૃપા કરીને ચહેરો કેપ્ચર કરવા માટેની સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને ચેકબોક્સ પર ક્લિક કરો અને ‘Proceed’ બટન પર ક્લિક કરો.

(2) ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારો ચહેરો સીધો રાખો અને સ્ક્રીન પર દર્શાવેલ સૂચનાઓને અનુસરો.

(3) ફેસ ઓથેન્ટિકેશન કર્યા પછી, તમને સફળતાનો સંદેશ મળશે. તમારી eKYC વિગતો મંજૂરી માટે મોકલવા ચેકબોક્સ પસંદ કરો અને ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.

અગત્યની લિંક

લેટેસ્ટ સમાચાર જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Ration Card e-KYC
WhatsApp Group Join Now

Leave a Comment