Rain Red Alert: આજે રાજ્યના અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડાથી લઈને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો તથા ઉતર પૂર્વ ગુજરાતના પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને પાટણ સુધી ફૂલ ગાજવીજ સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું ચાલુ કરી દીધું છે.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત કચ્છમાં મેઘરાજા ધોધમાર વરસાદની બેટીંગ કરશે. વરસાદનું રૂપ સામાન્યથી ભારે અને અતિ ભારેથી અતિ ભારે વરસાદ આવશે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર, ગીર,સોમનાથ, દ્વારકા, રાજકોટ જિલ્લાના કાંઠા વિસ્તાર અને જૂનાગઢ, વેરાવળ, સુત્રાપાડા, માંગરોળ, જામ ખંભાળિયા, ચોટીલા, રાજકોટ અને અમરેલી જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદની સંભાવના છે.
સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજથી જ વરસાદ ચાલુ થાય તેવી પુરે પુરી સંભવાના છે. આ વરસાદ ગાજવીજ સાથે આવશે. પરંતુ આજે વરસાદના વિસ્તાર ઓછા હશે.
જેમ જેમ દિવસ પસાર થશે તેમ વરસાદના વિસ્તાર અને વરસાદની માત્રા વધશે. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં છુટ્ટો છવાયો વરસાદ આવશે. સૌરાષ્ટ્રની સાથોસાથ આજે કચ્છમાં પણ વરસાદ આવશે તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવશે.
ગુજરાતમાં આજે સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી સાત દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
Rain Red Alert: જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની આગાહી પણ આપવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ઓફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે.
તેમના જણાવ્યા અનુસાર, આજે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે, આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવ્યું છે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.