System Change Again: રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ હજુ ચાલુ જ છે અને ઘણા વિસ્તારમાં ચાલુ થાશે. જ્યા વધુ વરસાદ પડ્યો છે તેવા વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.
રાત્રે ઘણી જગ્યાએ રાત્રેથી સવાર સુધી વરસાદ ચાલુજ રહ્યો અને હજુ ચાલુ જ છે. ઘણા વિસ્તાર ખુજ સારો વરસાદ પડ્યો છે. હજુ મેઘસવારી ચાલુ રહેશે અને ધીમે ધીમે પૂર્વ સૌરાષ્ટ્ર બાજુ પણ વરસાદમાં વધારો થાશે.
ફરી ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર ઉપર ગાજવીજ વાળા તોફાની વરસાદની શક્યતાઓ છે. રાત્રે બંગાળની સિસ્ટમ અને સૌરાષ્ટ્રના કાંઠે સર્જન થયેલ સિસ્ટમ એક બહોળા સર્ક્યુલેશનમાં ફેરવાય ગઈ છે. તેના લીધે સિસ્ટમ ફરી મજબૂત બને તેવી શક્યતા ઓ પણ છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિ વિધિ ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર ઉપર વરસાદના વાદળોનું મોટો ઝુંડ સક્રિય છે. એટલે ગમે ત્યારે ગમે ત્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ઓરિસ્સાથી મધ્ય ભારત સુધી વાદળો સક્રિય છે.
સિસ્ટમ અને વાદળોનું જામવડો એટલો મોટો છે કે સૌરાષ્ટ્રને કાંઠે મેઘ તાંડવ કરી શકે છે. સતત વરસાદી વાદળો દરિયામાં દૂર જાય છે અને એજ વાદળો ફરી જમીની ભાગોમાં આવીને તાંડવ મચાવે છે.
અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ
આવી રીતે 24 તારીખ સુધી ચાલવાની સંભાવના છે. આવનાર 48 કલાક સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારમાં હજી પણ ભુક્કા બોલાવી શકે છે. સૌરાષ્ટ્રની સાથોસાથ હવે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભુક્કા બોલાવવાનું શરૂ કરી દીધું છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના આંતરિયાળ કપરાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.
System Change Again: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વલસાડ 5.23 ઇંચ, ધરમપુર 4.17 ઇંચ, પારડી 5.47 ઇંચ, ઉમરગામ 5.47 ઇંચ, વાપી 6.53 ઇં તેમજ કપરાડા માં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ
હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં છે. વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે અને નદી નાળા કિનારાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં તા. 22/07/2024 ના 6 વાગ્યા સુધીનો સીઝનનો કુલ વરસાદ 100% ને વટાવી ગયો છે. જુનાગઢ જિલ્લાના માણાવદરમાં 54 ઇંચ, વંથલીમાં 55 ઇંચ અને જુનાગઢમાં 46 ઇંચ વરસાદ થયો છે.
તો ભેંસાણમાં 24 ઇંચ, વિસાવદરમાં 50 ઇંચ, મેંદરડામાં 45 ઇંચ, કેશોદમાં 43 ઇંચ, માંગરોળમાં 28 ઇંચ અને માળીયામાં 42 ઇંચ વરસાદ નોંધાયો છે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.