અવિરત મેઘમહેર; આ વિસ્તારમાં સિસ્ટમ સક્રિય થતાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી

પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગઈ કાલે રાત્રે કેશોદ, કોડીનાર, સુત્રાપાડા, મેંદરડા, પોરબંદર, રાણાવાવ, દ્વારકા, ઓખા અને જામજોધપુર આસપાસ ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.

આ સિવાય વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના કપરાડા, ચીખલી, નવસારી, બારડોલી, વાપી, વલસાડ, જલાલપોર અને ખેરગામમાં સારો વરસાદ પડયો છે. આ ઉપરાંત કચ્છના મુન્દ્રા અને નખત્રાણા આસપાસ ભારે વરસાદ પડ્યો છે અને હજુ ચાલુ છે.

પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદથી રાહત મળે તેવી શક્યતા ઓછી છે. થોડો બ્રેક મળશે પરંતુ આજે બપોર સાંજ સુધીમાં ફરી ભારે વરસાદ ચાલુ થાય તેવી શક્યતા રહેશે.

સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, લાગુ દક્ષિણ રાજકોટ અને લાગુ અમરેલી જિલ્લામાં ફરી બપોર સુધીમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ થઈ જશે અને પછી વિસ્તાર ફરી વધતો જાય તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદ શરૂ થવા પર છે અને વલસાડ જિલ્લા આસપાસ અત્યારે ભારે વરસાદની શરૂઆત થઈ રહી છે. જે બપોર સાંજ સુધીમાં નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા અને ભરૂચ એમ બધા જિલ્લાને કવર કરે અને બધી બાજુ ફરી ભારે વરસાદ ચાલુ થાય તેવી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં આજ સાંજ પછી અને કાલે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ અને ભુક્કા બોલાવી દે તેવો વરસાદ આવવાની પણ શકયતા છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં હવે વાતાવરણમાં સુધારો થશે અને અમુક વિસ્તારોમાં સારો વરસાદ ચાલુ થઈ જશે.

મધ્ય પુર્વ ગુજરાતના વડોદરા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, મહિસાગર જિલ્લામાં હવે આજે વરસાદ ચાલુ થાય અને અમુક વિસ્તારોમાં સારો વરસાદ આવે તેવી શકયતા રહેશે અને આગળ જતાં વરસાદમાં વધારો પણ થશે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ હવે વાતાવરણમાં રોજ સુધારો થતો જશે અને વરસાદના વિસ્તાર વધતા જશે. વરસાદનું પ્રમાણ પણ વધી શકે અને આગળ જતાં અહી પણ વરસાદમાં વધારો થાય તેવી શક્યતા છે.

અત્યારે પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ ચાલુ છે જે આજે હજુ ભારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. દક્ષિણ કચ્છના દરિયા કાંઠે પણ સારાથી ભારે વરસાદની શક્યતા રહેશે. પૂર્વ કચ્છમાં પણ આગળ જતાં વાતાવરણમાં સુધારો થશે અને વરસાદ ચાલુ થાય તેવી શક્યતા છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment