બંગાળની ખાડીમાં સિસ્ટમ; ગુજરાતને કેટલી અસર? ગુજરાતમાં વરસાદ કે વરાપ?

Bay of Bengal System: પશ્ચિમ બંગાળ પાસે જે સિસ્ટમ છે તે હવે ધીમે ધીમે ફરી મજબૂત બનશે અને નજીક પણ આવવાની શરૂ થશે. તેની અસરથી ચોમાસું પવન અનુકૂળ પરિસ્થતિમાં આવવાના શરૂ પણ થઈ ગયા છે.

ગઈ કાલે રાત્રે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સારો તો નવસારી જિલ્લામાં ભારે વરસાદ પણ પડયો હતો.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

નવસારી જિલ્લાના નવસારીમાં 6.5 ઇંચ, જલાલપોર 5.5 ઈંચ, ગણદેવી 5 ઇંચ, વાંસદા 3 ઇંચ, ખેરગામ અને ચીખલીમાં 2થી 2.5 ઇંચ જેવો ભારે વરસાદ પડયો છે.

વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે અને ધરમપુર, કપરાડા, વલસાડ અને પારડીમાં ફરી સારો વરસાદ ચાલુ થઈ ગયો છે. આ અસર હજુ સાંજ સુધી ચાલુ રહી શકે છે.

આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, નવસારી અને સુરત જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે. અમુક વિસ્તારોમાં સારો અને ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા પણ રહેશે.

ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણ થોડું સૂકું બને અને દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં ઘટાડો થઈ શકે છે. વાતાવરણ કેટલું સૂકું બને છે ક્યારે બને છે તેના પર આધાર રહેશે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

Bay of Bengal System: આ સિવાય મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં સારો અને ક્યાંક મેળ આવે તો ભારે વરસાદ પણ પડી શકે છે.

દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. આ સિવાય વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પણ થોડી શક્યતા રહેશે.

જે સિસ્ટમ થોડી ઉપર રહે અને રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાત બોર્ડર પર જે વરસાદની શક્યતા મુજબ નીચી પણ રહે અને ગુજરાત પર સીધી અસર કરે એવી શક્યતા પણ વધી રહી છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment