ગુજરાત વરસાદ એલર્ટ; સિસ્ટમના વાદળો ગુજરાત ઉપર આવતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

System Heavy Rain Forecast: નવી સિસ્ટમ ગુજરાત ઉપર આવી ગઈ છે અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉતરપૂર્વ ગુજરાત અને ઉતરપૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

ગઈ કાલે રાત્રે મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારો તથા ઉતર પૂર્વ ગુજરાતના રાજસ્થાન સરહદ લાગુ વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર જિલ્લો અને એ સિવાય પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ રહ્યો છે. આગળ હજુ વરસાદના વિસ્તારો અને તીવ્રતામાં પણ વધારો થશે.

હાલ સિસ્ટમ પ્રમાણે સૌરાષ્ટ્રના છુટા છવાયા વિસ્તારમાં વરસાદ નોંધશે. સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજયનમાં નોર્મલ અને નોર્મલથી વધુ વરસાદ નોંધશે. પરંતુ એમાં પણ હજુ સિસ્ટમ વધુ નબળી ના પડે તો વરસાદ વધશે બાકી વરસાદમાં ઘટાડો થશે.

System Heavy Rain Forecast: આ સિસ્ટમ મજબૂત છે ગુજરાત ઉપર વાદળો પણ ભરપૂર ઘાટા છે પરંતુ સિસ્ટમ સેન્ટરથી થોડે દૂરના વાદળો તેની ક્ષમતા મુજબ ધીમીધારે વરસાદ આપી રહ્યા છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

આવતા 36થી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઓછો વધુ વરસાદ જોવા મળશે. સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, આણંદ, વડોદરા, ખેડા, અમદાવાદ, ભરૂચ, નર્મદા તથા દક્ષિણ ગુજરાત જિલ્લાના અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા પણ છે.

આજે સાંજ/રાત સુધીમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો તેમજ પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો મધ્યમ અને અમુક સેન્ટરોમાં ભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. બપોર બાદથી મધ્ય, પશ્ચીમ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના પુર્વ ભાગો એટલે કે રાપરથી મુન્દ્રા પટ્ટો વાળા ભાગોમાં પણ છુટો છવાયો વરસાદ જોવા મળશે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment