Varsad Agahi Gujarat: બંગાળની ખાડીમાં 2 ઓગસ્ટ આજુબાજુ સિસ્ટમ બનશે જે 4 ઓગસ્ટ આજુબાજુ ગુજરાત રાજ્યમાં વરસાદ લાવશે.
ગઈ કાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોતા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.
રાત્રેથી સવાર સુધીમાં સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા તથા કચ્છ જિલ્લાના છુટા છવાયા સ્થળોએ પણ સારો વરસાદ નોંધાયો છે.
આજે હજુ પણ રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુ વરસાદની ગતિવિધિ જોવા મળશે. તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ રાત્રે વરસાદ થયો હતો અને હજી પણ વરસાદ ચાલુ છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને કચ્છમાં સારો વરસાદ થઈ શકે છે.
અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ
બનાસકાંઠા સહિત અમુક વિસ્તારોમાં હજુ પણ રાત સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ પણ થોડો સમય વરસાદ ચાલુ રહેશે.
Varsad Agahi Gujarat: હાલ અત્યારે એક સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્રના ભાગો પર છે. ચોમાસું ધરીનો પશ્ચિમ છેડો હાલ નોર્મલથી દક્ષીણે છે અને સક્રિય છે.
બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના ગુજરાત આસપાસ હોવાથી 30-31 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. જેમાં હળવો, મધ્યમ કે ક્યાંક ક્યાંક ભારે વરસાદ જોવા મળશે.
અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ
જેમાં ઓગસ્ટ શરૂઆતની સિસ્ટમનો ટ્રેક જોઈએ તો મોડેલ પ્રમાણે રાજ્યના બીજા વિસ્તાર કરતા ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં વરસાદની ગતિવિધી સારી જોવા મળશે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.