વેધર મોડલો મુજબ, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે…

Weather Models Forecast: બંગાળની ખાડી વાળી સિસ્ટમ નજીક આવે ત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર અનુકૂળ પવનોને કારણે પહેલેથી જ એક સરક્યુંલેશન બને અને તે બંગાળની ખાડી વાળી સિસ્ટમને રીસિવ કરવા તૈયાર રહે તેવી શક્યતા બની રહી છે.

બંગાળની ખાડી વાળી સિસ્ટમની પરોક્ષ અસર આજથી જ દક્ષિણ ગુજરાત લાગુ પૂર્વ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં ચાલુ થઈ શકે છે. વરસાદના નવા રાઉન્ડમાં કંઇક અલગ વિશેષ જ બનવા જઈ રહ્યું છે તેવી શક્યતા દેખાઈ રહી છે.

આજથી 3 તારિખમાં આ પરોક્ષ અસરથી દક્ષિણ ગુજરાત અને લાગુ પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે.

જ્યારે 3/4 તારિખથી સિસ્ટમ નજીક આવશે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો વધારો થવાની શરૂઆત થશે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

Weather Models Forecast: 3/4 તારિખથી દક્ષિણ ગુજરાત અને લાગુ પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત પણ થઈ શકે તેવી સંભાવના રહેલી છે.

આ સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ 4 તારિખથી સિસ્ટમની અસર શરૂ થઈ જશે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.

3/4 તારિખથી જ્યારે સિસ્ટમ નજીક આવે ત્યારે ઉત્તર ગુજરાત પાસે દક્ષિણ રાજસ્થાન વાળા સરક્યુલેશન સાથે મળીને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ જાય તેવી શક્યતા રહેશે.

4 તારિખથી રાજ્યના બાકીના વિસ્તારો એટલે કે મધ્ય પૂર્વ ગુજરાતના બાકીના વિસ્તારો, પૂર્વ અને મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે અને આગળ જતાં વરસાદના વિસ્તારોમાં વધારો થવાની સંભાવના રહેશે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

કચ્છમાં પણ 4/5 તારિખ આસપાસથી વરસાદની શરૂઆત થઈ શકે અને આગળ જતાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

વરસાદના આ રાઉન્ડમાં બધી બાજુ સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, લાગુ મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને આજુબાજુના વિસ્તારો અને ઉત્તર ગુજરાત લાગુ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ છે.

રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ અલગ અલગ દિવસે ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત/દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવી શકે છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment