Gujarat Weather Update: રાજસ્થાન વાળી સિસ્ટમ થોડી ગુજરાતથી દૂર જ રહેશે. તેમ છતાં ગુજરાતના વિસ્તારમાં વરસાદની થોડી શક્યતા રહેશે.
બનાસકાંઠા બોર્ડર, કચ્છ પાકિસ્તાન બોર્ડર, પશ્ચિમ કચ્છ દરિયાઈ બોર્ડર, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રની દરિયાઈ બોર્ડર પર વરસાદની થોડી શક્યતા રહેશે.
આ રાજસ્થાન વાળી સિસ્ટમ થોડી નજીકથી પસાર થાય તો બોર્ડર વિસ્તારમાં ક્યાંક ક્યાંક સારો વરસાદ પણ પડી શકે છે. બાકીના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટાં ચાલુ રહેશે.
વરસાદનું આગોતરૂ એંધાણ: વરસાદનો નવો રાઉન્ડ 23 આસપાસથી આવી શકે છે. હજુ ફેરફારો થતાં રહેશે. આગામી 48 કલાક દરમિયાન વાતાવરણ હાલ કરતા થોડુ વધુ અસ્થિર બને તેવી શક્યતા રહેલી છે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
જેની અસરથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં છુટા છવાયા અમુક વિસ્તારમાં (અંદાજે 20થી 30% આસપાસ વિસ્તારમાં) કડાકા ભડાકા સાથે સારો વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે.
Gujarat Weather Update: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં થોડી ઘણી અસર થાય અને કડાકા ભડાકા વાળો સારો વરસાદ અમુક વિસ્તારમાં આવી તેવી શક્યતા છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.