Gujarat Weather Forecast: ગઈકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ પૂર્વ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા જોવા મળ્યા અને ક્યાંક ક્યાક છૂટો છવાયો વરસાદ પણ આવ્યો હતો.
ગઈકાલે વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. જેમાં દક્ષિણ ગુજરાત અને અમરેલી તથા ભાવનગર જિલ્લાના છુટા છવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો.
આજે પણ હજુ તે જ વિસ્તારોમાં કડાકા ભડાકા ચાલુ રહેશે અને ક્યાંક ક્યાંક છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ આવશે. આજે વરસાદની વધુ શક્યતા દક્ષિણ ગુજરાતમાં રહેશે અને થોડી થોડી શક્યતા લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ રહેશે.
ગઈકાલ કરતા આજે વરસાદના વિસ્તારોમાં વધારો થશે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટા છવાયા વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો.
Gujarat Weather Forecast: આજે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ અને ભાવનગરના છુટા છવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
આ સિવાય દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીના છુટા છવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
એકાદ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ હજુ વધારે સુધરશે અને 21/ 22 તારીખે ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ થશે.
21/22 તારીખમાં મધ્ય પૂર્વ ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 23મી ઓગસ્ટથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે.
ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડીયાથી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થશે. તા. 25થી 29 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી રાઉન્ડની સંભાવના છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.