Ambalal Patel Rain Forecast: ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી ચેતવણી આપી દીધી છે. ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે.
સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 16-17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકા બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે.
આ સિસ્ટમ પશ્ચિમ કિનારા અને કર્ણાટક સુધી અસર કરી શકે છે અને આગળ વધી શકે તો ગુજરાતને અસર કરી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે મજબૂત બનીને ઓરિસ્સા છત્તીસગઢ થઈને ગુજરાત આવશે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
તારીખ 20થી 25માં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે.
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની પણ શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.
Ambalal Patel Rain Forecast: મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી અને સાબરકાંઠાના ભાગો, ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
આગાહીકાર પરેશ ગોસ્વામીની વરસાદને લઈ આગાહી કરી છેકે, ગુજરાતમાં 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદ નહીં પડે. 17થી 21 ઓગસ્ટ સુધી અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.