વાતાવરણમાં પલટો; 4-4 પરિબળો સક્રિય થતાં આ જિલ્લામાં થશે ધોધમાર વરસાદ

Atmosphere Change:

બંગાળની ખાડીની સિસ્ટમની ગુજરાત પર સીધી અસર થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં સિસ્ટમની સીધી અસરના ચાર્ટ ગોઠવાઇ ગયા છે.

સિસ્ટમની અસરથી રાત્રે જ મધ્ય પૂર્વ ગુજરાત લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદ થયો હતો.

આજે પૂર્વ ગુજરાતથી સિસ્ટમની વિધિવત ચાલુ થઈ જશે અને દાહોદ અને મહીસાગર જિલ્લા આસપાસથી સારા વરસાદની શરૂઆત પણ થઈ જાય તેવી શક્યતા છે.

સાંજ સુધીમાં મધ્ય પૂર્વ ગુજરાત, લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારમાં વરસાદનો વધારો થશે.

ખેડા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે.

ત્યાર બાદ ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારો બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ રાત સુધીમાં વરસાદની શરૂઆત થઈ શકે છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

દક્ષિણ પૂર્વ ગુજરાતમાં પણ સાંજ / રાત સુધીમાં વરસાદની શક્યતા રહેશે. નર્મદા, ભરૂચ, તાપી અને જિલ્લામાં વરસાદની વધુ શક્યતા રહેશે.

સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ આગળ જતાં વરસાદની શરૂઆત થઈ શકે છે.

ઉત્તર સૌરાષ્ટ્રમાં આજે રાત્રે કે આવતી કાલ સવાર સુધીમાં વરસાદની શરૂઆત થઈ જશે.

સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં વરસાદની શરૂ થવાની શક્યતા રહેશે.

ત્યારબાદ મધ્ય સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવતી કાલથી વરસાદની શરૂઆત થઈ જાય તેવી શક્યતા રહેશે.

Atmosphere Change: રાજકોટ, અમરેલી, કચ્છ અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદ થઈ શકે છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે સૌથી છેલ્લે વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે.

સિસ્ટમની અસરથી સાંજ આસપાસથી પૂર્વ ગુજરાતથી ભારે વરસાદ ચાલુ થઈ જાય તેવી પણ શક્યતા છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

આ સિસ્ટમ અછત ગ્રસ્ત વિસ્તારો એવા ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે.

વેધર મોડલો ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા ન બતાવતા હોય પણ આગળ જતા ત્યાં પણ સારો અને ક્યાંક ભારે વરસાદ પણ આવે તેવી શક્યતા રહેશે.

આવનારા દિવસોમાં ચાર પરિબળો વચ્ચે ફાઇટ થવાની છે. એક જે સિસ્ટમ આવી રહી છે, ઉત્તર ભારતની હાઇ પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસું કરંટ જોવા મળી શકે છે.

આ સિસ્ટમ આગળ જતાં અરબ સાગરમાં સરક્યુંલેશન બનાવશે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ કચ્છમાં ફરી સારો /ભારે વરસાદ આપે તેવી શક્યતા પણ રહેશે.

જે સિસ્ટમ થોડી ઉપર રહે અને રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાત બોર્ડર પર જે વરસાદની શક્યતા મુજબ નીચી પણ રહે અને ગુજરાત પર સીધી અસર કરે એવી શક્યતા પણ વધી રહી છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે.

WhatsApp Group Join Now

Leave a Comment