Gujarat Heavy Rain Forecast: દરિયામાં જે સિસ્ટમ હતી તે સિસ્ટમનો એક ભાગ આજે નજીક આવી ગયો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
આજે સવારથી જ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના દરિયા કાંઠે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમુક વિસ્તારોમાં ભુક્કા બોલાવી દીધા છે.
દ્વારકાથી રાજુલા વચ્ચે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સાંજ સુધીમાં ધીમે ધીમે થોડું અંદર આવીને દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને લાગુ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ થાય તેવી શક્યતા છે. અને અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
ઉત્તર સૌરાષ્ટ્ર એટલે કે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ક્યાંક ક્યાંક સારો વરસાદ પણ આવી શકે છે. ભાવનગર અને લાગુ અમરેલી જિલ્લામાં સાંજ સુધીમાં અમુક વિસ્તારોમાં રેડાં ઝાપટાંની શરૂઆત થાય તેવી શક્યતા છે.
કચ્છમાં અત્યારે ધીમે ધીમે શરૂઆત થઇ રહી છે અને આગળ વરસાદ અને વિસ્તાર બંનેમાં વધારો થાય તેવી શક્યતા છે. પશ્ચિમ કચ્છ અને લાગુ દક્ષિણ કચ્છના દરિયા કાંઠે સારો વરસાદ અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત લાગુ પૂર્વ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં રેડાં ઝાપટાંની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
આજે હજુ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદમાં થોડો વધારો થશે અને સુરત, નવસારી તેમજ વલસાડના અમુક વિસ્તારોમાં સારો વરસાદ અને ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા રહેશે.
દક્ષિણ ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદમાં વધારો થતો જશે અને આવતી કાલથી દક્ષિણ ગુજરાતમાં બધી બાજુ સારો વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં ધીમે ધીમે વાતવરણમાં સુધારો થાય અને પછી ક્યાંક ક્યાંક છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ શકે છે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.