ફરી આગાહી બદલી; વરસાદી સિસ્ટમ દૂર જતાં મેઘરાજાએ લીધો વિરામ, હવે ક્યાં ક્યાં આગાહી?

Gujarat Rain Forecast Alert: ગઈકાલે બધા પરિબળોની હાજરી છતા ગયા રાઉન્ડની જેમ વચ્ચે એક દિવસ રિશેષની જેમ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિનો વિરામ રહ્યો હતો. પરંતુ હજી વરસાદનો રાઉન્ડ પૂરો થયો નથી. આજે ફરી સૌરાષ્ટ્ર/ કચ્છના છુટા છવાયા વિસ્તારોમં વરસાદ ચાલુ રહેશે.

આ સિવાય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રેડા/ઝાપટાથી અમુક વિસ્તારમાં સારા વરસાદની શક્યતા છે તો સાંજ આસપાસથી ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે.

બંગાળની ખાડીમાં બીજુ લો પ્રેશર આવતા 24 કલાકમાં બની જશે. એટલે રાજ્યમાં આગામી દિવસોમાં ઓછા વધુ વિસ્તારમાં વરસાદી માહોલ જળવાયેલ રહેશે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને તેને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદની શરુઆત થઈ શકે છે. જેમાં કોઈક કોઈક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. દરિયામાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે.

Gujarat Rain Forecast: સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથના દરિયા કાંઠે વરસાદની શક્યતા રહેશે અને ત્યાર બાદ થોડું આગળ વધશે તો આ જિલ્લાના અંદરના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેશે.

મધ્ય સૌરાષ્ટ્ર લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચે તે પહેલાં નબળું પડી જાય તેવી શક્યતા છે. જામનગર, લાગુ રાજકોટ, લાગુ મોરબી અને લાગુ કચ્છ જિલ્લામાં પણ વરસાદની થોડિક શક્યતા રહે છે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

દક્ષિણ ગુજરાત અને લાગુ પૂર્વ સૌરાષ્ટ્રમાં સિસ્ટમ નબળી કે દૂર પડે એટલે રેડાં ચાલુ થઈ જશે. રેડાં ઝાપટાંની શરુઆત વલસાડ, નવસારી જિલ્લાથી થઈને પછી સુરત જિલ્લામાં પણ રેડાં-ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં બપોર પછી વરસાદ ચાલુ થવાની શક્યતા પણ છે.

Gujarat Rain Forecast Alert, .Gujarat Rain Alert Gujarat Rain Forecast Whether News, વરસાદ આગાહી, અંબાલાલ પટેલ, પરેશ ગૌસ્વામી, હવામાનની આગાહી, Gujarat Rain forecast
Gujarat Rain Forecast Alert, .Gujarat Rain Alert Gujarat Rain Forecast Whether News, વરસાદ આગાહી, અંબાલાલ પટેલ, પરેશ ગૌસ્વામી, હવામાનની આગાહી, Gujarat Rain forecast

દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદમાં વધારો થશે અને 19/20 જુલાઈમાં સારો વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ છે. તો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ચોમાસું પવનથી રેડા ઝાપટાંની શરુઆત થશે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment