વેધર મોડેલો મુજબ, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ થશે કે વરાપ નિકળશે?

Gujarat Weather Models Forecast: ગઈકાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો અને અમુક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો.

ગઈ કાલે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતથી શરૂઆત થઈને ત્યારબાદ સૌરાષ્ટ્ર, લાગુ મધ્ય ગુજરાત થઈને સાંજે દક્ષિણ ગુજરાત અને રાત્રે મધ્ય પૂર્વ ગુજરાત લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો.

આજે હજુ મધ્ય પૂર્વ ગુજરાત, લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે.

Gujarat Weather Models Forecast: મધ્ય પૂર્વ ગુજરાત લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતના ખેડા,પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત લાગુ ઉત્તર પૂર્વ ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના પણ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી; સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો, મુશળધાર વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં સાંજ આસપાસથી વરસાદ ફરી જોર પકડે તેવી શક્યતા છે. ભરૂચ, સુરત અને નર્મદા જિલ્લા આસપાસ વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં પણ ક્યાક ક્યાંક વરસાદની શક્યતા રહેશે. આ સિવાય રાજ્યના બાકીના વિસ્તારોમાં ક્યાક ક્યાંક છુટા છવાયાં રેડાં-ઝાપટાં આવી શકે છે.

હાલ રાજ્યમાં કોઈ મોટી સિસ્ટમ એક્ટીવ ન હોવાથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોનાં રેડાં-ઝાપટાં સાથે વરાપ જોવા મળશે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment