આગાહી: ગઈ કાલે રાત્રે કડાકા ભડાકાના તોફાન સાથે ઉત્તર ગુજરાત લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, વડોદરા અને મેહસાણા જિલ્લાના અમુક વિસ્તારોમાં સારો તો ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડયો છે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
ખેડબ્રહ્મામાં 4 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડયો છે. બાકી રહી ગયેલા બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ઘણા વિસ્તારોમાં રાત્રે સારો વરસાદ પડી ગયો છે.
આગાહી: અત્યારે સિસ્ટમ થોડી નબળી જરૂર પડી છે પણ બપોર સુધીમાં ફરી મજબૂત બને તેવી શક્યતા છે. આજે બપોર આસપાસ દક્ષિણ સૌરાષ્ટ્ર લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રથી વરસાદની શરૂઆત થશે.
દક્ષિણ સૌરાષ્ટ્ર લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો તો અમુક વિસ્તારોમાં જોરદાર વરસાદની શક્યતા રહેશે. ત્યાર બાદ સિસ્ટમ જેમ જેમ ઉપર આવતી જશે તેમ સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.
આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જેમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ અને એકલ દોકલ વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
વરસાદની શરુઆત જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા જિલ્લાથી થઈને પછી રાજકોટ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં ઓફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ સાથે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા માટે પણ જણાવ્યુ છે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.