આગોતરું એંધાણ; વરાપના રાઉન્ડ પછી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે?

Varasd Alert August: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગઈ કાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં કુલ 169 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

જેમાં સૌથી વધારે વરસાદ પાટણ અને મહેસાણા જિલ્લામાં નોંધાયો હતો. પાટણમાં 5 ઈંચ કરતા વધારે, સિદ્ધપુરમાં 4.5 ઈંચ, કચ્છના અબડાસામાં 4.25 ઈંચ, મહેસાણાના જોટાણામાં 3.5 ઈંચ, ખેરાલુમાં 3.25 ઈંચ અને મહેસાણામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આવતા ત્રણ/ચાર દિવસ મોટાભાગના વિસ્તારમાં તડકા/ છાયા સાથે વરાપ રહે તેવી શક્યતા છે. પરંતુ ચોમાસુ છે એટલે છૂટો છવાયો ક્યાંક ક્યાંક વરસાદ પણ પડી શકે છે.

ગુજરાતમાં 3થી 6 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. સિસ્ટમનો રૂટ ફાઇનલ નથી એટલે સિસ્ટમના રૂટ પર કેવો રાઉન્ડ આવી શકે તેનો આધાર રહેલો છે. જોકે આ રાઉન્ડમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતા નથી.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

ચોમાસુ શરૂ હોય એટલે છુટુ છવાયો લોકલ ડેવલપ વાદળોને લીધે ક્યાંક ક્યાંક સારો વરસાદ પણ પડી શકે છે. એટલે કે રાજ્યમાં 6 ઓગસ્ટ 2024 સુધી વરસાદી વાતાવરણ વધતા ઓછા પ્રમાણમાં યથાવત્ત રહેશે.

તો બીજી બાજુ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 31 જુલાઈએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે.

Varasd Alert August: જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી; મેઘરાજા મચાવશે તાંડવ, હવે આ જિલ્લા થશે પાણીથી તરબોળ

આ સિવાય ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment