મધ્યાહન ભોજન યોજના: આ યોજનામાં ક્યાં ક્યાં લાભ મળે?

મધ્યાહન ભોજન યોજના:- ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના સહયોગથી બાળવાટીકા તેમેજ ધોરણ ૧થી ૮ ના બાળકોને બપોરે વિનામૂલ્યે ભોજન પૂરું પાડવા માટે સરકાર શ્રી દ્વારા મધ્યાહન ભોજન યોજના (Madhyahan Bhojan yojana) ચાલુ કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના સહયોગથી આ યોજના માટે પૂરું પાડવામાં આવતા ભોજન માટે થતા ખર્ચ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

બાળકો શાળાના સમયમાં રીસેસમાં ભોજન લઇ શકે તેવી શાળામાં જ વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી બાળકોને ચાલુ શાળાએ ભોજન આપી શકાય છે આ કારણથી જ આ યોજનાનું નામ “મધ્યાહન ભોજન યોજના (Madhyahan Bhojan Yojana)” એવું નામકરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા ૨૦૨૧માં આ યોજનાનુ પી.એમ. પોષણ નામ આપવામાં આપ્યુ છે.

મધ્યાહન ભોજન યોજના (Madhyahan Bhojan Yojana) હેઠળ મળતા લાભો:

  • રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ ૧થી ૮ ના બાળકોને વિનામૂલ્યે બપોરના સમયે ભોજન પૂરું પાડવામાં આવે છે.
  • બાળવાટીકા તેમજ ધોરણ ૧થી ૫ તેમજ ધોરણ ૬થી ૮ ના વયજૂથના વિદ્યાર્થીઓના જૂથ મુજબ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકોને શિક્ષણની સાથે પોષણયુક્ત આહાર મળી રહે તે માટે પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
  • શાળાના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ધોરણ ૧થી ૫ ના બાળકો માટે બાળક દીઠ રોજનું ૮૦ ગ્રામ અનાજ, ૫૦ ગ્રામ શાકભાજી તેમજ રસોઈ બનાવવા માટે થતો આનુષાંગિક ખર્ચ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે.
  • બાળકોને અઠવાડિયામાં એક વાર મીઠાઈના રૂપમાં સુખડી પણ આપવામાં આવે છે. અઠવાડિયામાં બે વાર કઠોળ આપવામાં આવે છે.

મધ્યાન ભોજન યોજના (Madhyan Bhojan yojana) કેવી રીતે કાર્ય કરે છે?

  • સરકારશ્રી દ્વારા શાળામાં જ ભોજન બનાવી બાળકોને પીરસી શકાય તેવા હેતુથી શાળાવાર તેમજ નજીકની શાળાઓ માટે અનુકૂળતા મુજબ મધ્યાહન ભોજન કેન્દ્ર બનાવ્યા છે. જેમાં આ યોજનામાં સરકારશ્રી તરફથી આપવામાં આવતી સામગ્રી અનાજ, રસોઈ બનાવવાના વાસણો, બળતણ વિગેરે સાચવવામાં આવે છે.
  • દરેક મધ્યાહન ભોજન કેન્દ્ર પર સરકારશ્રી દ્વારા માનદ વેતન દ્વારા કરાર આધારે મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક તેમજ રસોઈયા તેમજ મદદનીશની ભરતી કરવામાં આવે છે.
  • મોટા ભાગે આ રીતે ભરતી કરવામાં આવતા સંચાલકો તેમજ મદદનીશ રસોઈયા જે તે ગામ અથવા જે તે વિસ્તારના જ હોવાથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ બાળકો માટે સારું ભોજન બનાવી પૂરું પાડવા માટે કટિબદ્ધતા જોવા મળે છે.
  • આ સંચાલકોને માસિક રૂ. ૩૦૦૦/- માનદ વેતન તેમજ રસોઈયાને માસિક રૂ. ૨૫૦૦/- તેમજ મદદનીશને રૂ. ૧૦૦૦થી ૨૫૦૦ સુધીનું માનદ વેતન સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે.
  • રાજ્યમાં ચાલતી મધ્યાન ભોજન યોજના ના સંચાલનની જવાબદારી સંબંધિત મામલતદારશ્રીની નક્કી કરવામાં આવેલ છે. જેથી સંબંધિત તાલુકાના મામલતદારશ્રી દ્વારા પોતાના તાલુકામાં આવેલ મધ્યાહન ભોજન કેન્દ્ર વ્યવસ્થિત રીતે ચાલે તે જોવાની જવાબદારી મામલતદારશ્રીની નક્કી કરવામાં આવેલ છે.
  • મામલતદારશ્રી દ્વારા દર મહિને આ મધ્યાહન ભોજન કેન્દ્ર પર ભોજન લેતા બાળકોની સરેરાશ ધ્યાને લઇને આખા મહિના માટે જરૂરી અનાજ તેમજ અન્ય સામગ્રીનો અંદાજ બનાવવામાં આવે છે.
  • અંદાજ મુજબ જે તે કેન્દ્ર માટે મહિના માટે જરૂરી અનાજનો જથ્થા માટે જરૂરી પરમીટ કમીશનરશ્રી મ.ભો.યો ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. જે પરમીટ મુજબ અનાજનો જથ્થો સરકારી ગોદામમાંથી જે તે કેન્દ્ર સંચાલક મેળવે છે.
  • આ અનાજ અંગે જે તે સંચાલક દ્વારા સ્ટોક રજીસ્ટર નિભાવવાનું રહે છે. જેમાં રોજેરોજના વપરાશ થતાં અનાજના જથ્થા તેમજ આખર સ્ટોકની વિગતો નિભાવવાની હોય છે.
  • આ ઉપરાંત બાળકોને પૂરી પાડવાની થતી રસોઈ માટે થનાર ખર્ચાઓ જેમ કે, શાકભાજી, મરી મસાલા, દળામણ, બળતણ, રસોઈની અન્ય સામગ્રી માટે થનાર ખર્ચ માટે પેશગી – એડવાન્સ રકમ મામલતદારશ્રી દ્વારા આપવામાં આવે છે.
મનરેગા જોબકાર્ડ (MGNREGA) શું છે? આ યોજનાનો લાભ કોને મળે?
  • પેશગી – એડવાન્સ રકમમાંથી આખા મહિના માટે કેન્દ્ર ચલાવવા માટે થતા ખર્ચ કરવાના રહે છે. જેના માટે સરકારશ્રી તરફથી વખતો વખતની થયેલ સૂચનાઓ ધ્યાને લઇ બાળકોની સંખ્યા ધ્યાને લઈ દૈનિક મર્યાદામાં ખર્ચ કરી મહિનાના અંતે થયેલ ખર્ચના વાઉચર મામલતદારશ્રી સમક્ષ રજૂ કરવાના રહે છે.
  • દરરોજ ભોજન લેતા બાળકોની સંખ્યા અંગે જે તે શાળાના આચાર્યશ્રી દ્વારા ભોજન લીધેલ બાળકોની સંખ્યા અંગે પ્રમાણપત્ર આપવામાં આવે છે. તેમજ શાળાના શિક્ષકો દ્વારા કેન્દ્રમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા ચકાસવામાં આવે છે. જેથી બાળકોને પૂરું પાડવામાં આવતું ભોજન સ્વચ્છ અને પોષણયુક્ત હોવા અંગે રોજ બરોજ ખરાઈ થાય છે.
  • મામલતદારશ્રી દ્વારા તેમના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની મુલાકાત લઇને ભોજનની ગુણવત્તા, ભોજન લેતા બાળકોની સંખ્યા, સંચાલક તેમજ રસોઈયાની નિયમિતતા વિગેરે બાબતો ચકાસવામાં આવે છે.
  • આ ઉપરાંત શાળા સ્તરની એસ.એમ.સી. કમિટી (સ્કુલ મેનેજમેન્ટ કમિટી) દ્વારા પણ બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાની ખરાઈ કરવામાં આવે છે.
  • લોકસહયોગ દ્વારા જે-તે ગામમાં સ્વેચ્છિક રીતે બાળકોને નાસ્તો/ભોજન સ્વરૂપે આપવામાં આવે છે.
  • બાળકોમાં લોહતત્વ તેમજ અન્ય આયોડીનની ઉણપ દૂર કરવાં સરકારશ્રી દ્વારા ફોર્ટીફાઇડ મીઠું તેમજ ચોખાનો જથ્થો પુરો પાડવામાં આવે છે. જેથી માઇક્રોન્યુટીયટ્સ બાળકોને ભોજન મળી રહે.
  • આમ, ગુજરાત સરકારની તમામ પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના સહિયારા પ્રયાસથી બાળકોને શાળામાં જ વિનામૂલ્યે, પોષણયુક્ત, આરોગ્યપ્રદ ભોજન શાળા સમય દરમિયાન મળી રહે તે માટેની સુંદર યોજના અમલમાં આવેલી છે.
  • જેમાં રાજ્યભરમાં રોજેરોજ આશરે એક કરોડ બાળકો આ યોજના હેઠળ ભોજન મેળવે છે.  જેમાં આપણાં વિસ્તારના બાળકો પણ રોજેરોજ શાળામાં ભોજન મેળવે છે.
WhatsApp Group Join Now

1 thought on “મધ્યાહન ભોજન યોજના: આ યોજનામાં ક્યાં ક્યાં લાભ મળે?”

Leave a Comment