મનરેગા જોબકાર્ડ (MGNREGA) શું છે? આ યોજનાનો લાભ કોને મળે?

WhatsApp Group Join Now

મનરેગા જોબકાર્ડ (MGNREGA):- ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કામો સંબંધિત બિનકુશળ અને શારીરિક કામ કરવા માટે ઈચ્છા ધરાવતાં કોઈપણ ગ્રામીણ પરિવારના પુખ્ત સભ્યોને દર નાણાકીય વર્ષમાં (૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધી) ૧૦૦ દિવસની રોજગારની બાંહેધરી આપવા માટે મનરેગા યોજના (MGNREGA) શરૂ કરવામાં આવી હતી.

મનરેગા જોબકાર્ડ શું છે?

જોબકાર્ડ એક મુળભૂત કાનૂની દસ્તાવેજ (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી કાયદો) છે. જોબ કાર્ડમાં નોંધાયેલ લોકોને ૧૦૦ દિવસ સુધીની રોજગારીની બાંહેધરી આપવામાં આવે છે. જોબકાર્ડ અરજી કર્યાના ૧૫ દિવસની સમયગાળામાં કાઢી આપવામાં આવે છે અને તે પાંચ વર્ષ માટે માન્ય ગણવામાં આવે છે.

મનરેગા જોબ કાર્ડ માટે નોંધણી કરાવેલ લોકોને સરકાર દ્વારા ૧૦૦ દિવસ સુધી રોજગારીની બાંહેધરી આપવામાં આવે છે. એટલે કે તમારી પાસે જોબકાર્ડ હોય તો સરકારશ્રી પાસેથી તમને એવી બાંહેધરી આપવામાં આવે છે કે ૧ વર્ષની અંદર મનરેગા જોબ કાર્ડ ધારકોને ૧૦૦ દિવસનું કામ આપવામાં આવે છે.

નરેગા (NREGA) અને મનરેગા (MGNREGA) વચ્ચે શું તફાવત છે?

જ્યારે આ યોજનાની શરૂઆત કરવામાં આવી ત્યારે તેનું નામ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (National Rural Employment Guarantee Act- NREGA) રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યોજનાનું નામ બદલીને 2 ઓક્ટોબર, 2009 ના રોજ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (Mahatma Gandhi National Rural Employment Guarantee Act- MGNREGA) કરવામાં આવ્યું.

મનરેગા જોબકાર્ડ કોણ કોણ બનાવી શકે?

૧૮ વર્ષ થી ૬૦ વર્ષની પુખ્ત વ્યક્તિને મનરેગા જોબ કાર્ડ આપવામાં આવે છે. મનરેગા જોબ કાર્ડ ધરાવતાં લોકોને એક વર્ષમાં ૧૦૦ દિવસનુ કામ ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ હેઠળ આપવામાં આવે છે. જેના લીધે જોબકાર્ડ ધરાવતા લોકોને રોજગારી મળે છે.

ગ્રામીણ કુટુંબની કોઈપણ પુખ્ત વયની વ્યક્તિ કે જે બિનકુશળ અને શારીરિક કામ કરવા ઈચ્છુક હોય તો તે તમામ વ્યક્તિ આ કાર્ડ કઢાવી શકે છે. આ યોજના તમામ ગ્રામજનો માટે છે. જો કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરતા હોય અથવા તો વિકલાંગ હોય તો તે વ્યક્તિ જોબકાર્ડ કઢાવી શકતો નથી.

મનરેગા જોબકાર્ડમાં શું શું દર્શાવવામાં આવે?

મનરેગા જોબકાર્ડમાં કાર્ડ્ધારકોએ કરેલા કામના દિવસોની સંખ્યા અને તેમને મળેલ વેતન વગેરેની વિગતો નોંધવામાં આવશે. એટલે કે કેટલા દિવસ તમે કામ પર હાજર રહેશો તેની તમામ વિગતો નોંધવામાં આવશે.

આ પણ વાંચો: યોજનાની વધુ માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો.

જોબકાર્ડમાં ફોટો અરજદાર માટે મફત હોય છે અને જોબ કાર્ડ કઢાવવા માટે કોઈ ચાર્જ ચુકવવાનો રહેતો નથી. એક રેશનકાર્ડમાં જેટલા પણ નામ હોય તેને એક કુટુંબ ગણવામાં આવે છે. જોબ કાર્ડ એક કુટુંબ દીઠ આપવામાં આવે છે. એક કુટુંબ દીઠ ૧૦૦ દિવસની રોજગારી આપવામાં આવે છે. જે વ્યક્તિ પાસે રોજગાર નથી તે વ્યક્તિને આ જોબકાર્ડ અંતર્ગત જ્યાં મનરેગા દ્વારા કામગીરી શરૂ હોય ત્યાં રોજગાર આપવામાં આવે છે.

મનરેગા જોબકાર્ડમાં કેટલું મહેનતાણું મળે?

જે વ્યક્તિ જોબ કાર્ડ ધરાવતી હોય તેને એક દિવસનું મહેનતાણું રૂ. ૨૨૯/- આપવામાં આવે છે. એટલે કે જેની પાસે જોબકાર્ડ છે તેમને સરકાર શ્રી દ્વારા દિવસદીઠ રૂ. ૨૨૯/- રૂપિયા આપવામાં આવે છે. (કુલ ૧૦૦ દિવસનું મહેનતાણું રૂ. ૨૨૯૦૦/-) લેખે ચૂકવવામાં આવે છે.

જોબકાર્ડ ધારકો જ્યાં રહેતા હોય ત્યાંથી એટલે કે પોતાના રહેણાંકના વિસ્તારથી પાંચ કિલોમીટરની આસપાસના વિસ્તારમાં કામ આપવામાં આવે છે અને જો કામનું સ્થળ તેના રહેણાંકથી દુર હોય તો ૧૦% મુસાફરી ભથ્થું પણ આપવામાં આવે છે.

મનરેગા જોબકાર્ડ કઢાવવા માટે અરજી ક્યાં કરવી?

જોબકાર્ડ કઢાવવા માટે તમારા વિસ્તારના સરપંચશ્રી/ તલાટી કમ મંત્રી શ્રી/ ગ્રામ સેવક/ ગ્રામ પંચાયત આ પૈકી કોઈપણનો સંપર્ક કરી ત્યાં અરજી કરી શકો છો. જોબકાર્ડની અરજી કર્યા બાદ અરજીની નોંધણી થયા બાદ ૧૫ દિવસમાં આ કાર્ડ મળી જાય છે અને તે પાંચ વર્ષ સુધી માન્ય રહેશે.

જોબકાર્ડની અરજી કર્યાના ૧૫ દિવસની અંદર કાર્ડ ન મળે તો તમે તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરી શકો છો અથવા ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો.

મનરેગા જોબકાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી:

  • રેશનકાર્ડની નકલ
  • ફોટાવાળું કોઈપણ સરકારી કાર્ડ (ચૂંટણી કાર્ડ/ આધાર કાર્ડ/ પાન કાર્ડ વગેરે)
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  • બેંક ખાતાની નકલ/ બેંક સ્ટેટમેન્ટ
  • ખેતીની જમીન હોય તો જમીન માલિકી અંગેનો પુરાવો
  • ગ્રામ પંચાયત દ્વારા આકારણી કરી હોય તેવી બિન-ખેતી માલિકી અંગેનો પુરાવો
  • અરજદાર જે પંચાયતની હદમાં રહે છે તે ગ્રામ પંચાયતનો દાખલો

છેલ્લા બે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ (૧ એપ્રિલ ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨) અને ૨૦૨૨-૨૩ (૧ એપ્રિલ ૨૦૨૨ થી ૩૧ માર્ચ ૨૦૨૩) માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના દ્વારા 10 લાખથી વધુ બનાવટી જોબ કાર્ડ્સ રદ કરવામાં આવ્યા છે .

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, ૨૦૦૫ની કલમ ૨૫ અનુસાર, જે કોઈ આ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે તો તે દોષિત સાબિત થવા પર તેને ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ થવા પાત્ર છે.

WhatsApp Group Join Now