ટુંક સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે જે લોકો પાસે મતદારયાદી (Registered Voters List) માં જે લોકોનું નામ નોંધાયેલ હશે તે જ લોકો આવતી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે. મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ (મતદાર યાદીમાં) નોંધણી હોવી ફરજીયાત છે.
મતદાર યાદીમાં નોંધણી (Voters Registration) કરાવવા માટે તમે તમારા વિસ્તારના બુથ લેવલ ઓફિસરને મળી શકો છો અથવા તો ઘર બેઠા જ તમારા મોબાઇલ અથવા તમારા કમ્પ્યુટરની મદદથી નવા ચૂંટણીકાર્ડ માટે અરજી કરી શકો છો. અહીં અમે તમને નવા ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી આપીશું.
નવા ચૂંટણી કાર્ડનું ફોર્મ કોણ ભરી શકે?
- મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે તે વ્યક્તિ ભારતીય રહેવાસી હોવો જોઈએ.
- નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટે જે-તે વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
નવા ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જરૂરી આધાર-પુરાવા:
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ
- ઉંમરના પુરાવા તરીકે (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, વગેરે…)
- રહેઠાણના પુરાવા તરીકે (લાઇટબીલ, ટેલિફોન બીલ, બેંક પાસબુક, ડ્રાઇવીંગ લાયસન્સ, પાસપોર્ટ, પોસ્ટ ઓફિસની પાસબુક વગેરે પૈકી કોઈ પણ એક)
- આપના પરીવાર અથવા પાડોશીના ચૂંટણીકાર્ડની નકલ
આ પણ વાંચો: મધ્યાહન ભોજન યોજના: આ યોજનામાં ક્યાં ક્યાં લાભ મળે?
મતદાર યાદીમાં નામ નોંધાવવા ઓનલાઈન અરજી કરવા માટે તેના માટે ELECTION COMMISSION OF INDIA (ECI) ની અધિકૃત વેબસાઈટ https://voters.eci.gov.in/ જવું પડશે. ELECTION COMMISSION OF INDIA ની અધિકૃત વેબસાઇટ પર જઈ સૌપ્રથમ તમારે તમારું એક એકાઉન્ટ બનાવવું પડશે જે માટે નીચે મુજબના સ્ટેપ FOLLOW કરવાના રહેશે.
ECI ની વેબસાઈટ પર એકાઉન્ટ કેવી રીતે બનાવવું?
- સૌથી પહેલાં https://voters.eci.gov.in/ વેબસાઇટ ઓપન કરો.
- વેબસાઈટ ઓપન થયા પછી જમણી બાજુ ઉપર Sigh-Up બટન આપ્યું છે તેના પર ક્લિક કરો.
- નવું પેજ ખુલશે તેમાં તમારો મોબાઈલ અને નીચે આપેલા ‘Captcha Code’ દાખલ કરી Continue બટન પર ક્લિક કરો.
- તમારું નામ અને પાસવર્ડ સેટ કરી ‘Request OTP’ પર ક્લિક કરીને OTP વેરીફાઈ કરશો એટલે તમારું અકાઉન્ટ ઓપન થઈ જશે.
- એકાઉન્ટ બની ગયા પછી મોબાઈલ નંબર અને પાસવર્ડ સાથે Log In કરો.
નવા ચૂંટણી કાર્ડ કઢાવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ELECTION COMMISSION OF INDIA (ECI) ની અધિકૃત વેબસાઈટ Log In થયા પછી નવા ચૂંટણીકાર્ડની અરજી કરવા માટે ફોર્મ નં. ૬ (New registration for General Electors) ભરવું પડશે. જેના માટે Fill Form 6 પર ક્લિક કરો.
- ફોર્મ નં. 6 ભરવા માટે સૌથી પહેલાં તમારું રાજ્ય અને તમારો જિલ્લો પસંદ કરી તમારા વિસ્તારમાં લાગુ પડતી વિધાનસભાની પસંદગી કરીને ‘Next’ બટન પર ક્લિક કરો.
- આ પછી તમારી વ્તક્તિગત માહિતી અને પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરો અને ‘Next’ બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારા સંબંધીની માહિતી ભરી ‘Next’ પર ક્લિક કરો.
- હવે Contact Details માં મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ દાખલ કરી આધાર કાર્ડની માહિતી દાખલ કરો.
- તમારી જાતિ, જન્મ તારીખ લખો અને જન્મ તારીખના પુરાવાનું ડોક્યુમેન્ટ ઉપલોડ કરો. ત્યાર બાદ રહેઠાણનું સરનામું અને રહેઠાણના પુરાવો ઉપલોડ કરો.
- જો તમને કોઈ શારીરિક ખોડખાપણ (અપંગતા વિગતો) હોય તો તે દાખલ કરો અને ન હોય તો આગળના સ્ટેપ પર જાવ.
- આ પછી તમારા પરિવારના કોઈ પણ એક સભ્ય કે જેની પાસે ચૂંટણીકાર્ડ હોય તેની માહિતી ભરો અને તે સભ્ય સાથે તમારો શું સબંધ છે તે પસંદ કરો.
- નવા સ્ટેપમાં ‘Declaration’ ફોર્મ ભરો અને ‘Next’ પર ક્લિક કરી ‘Captcha Code’ દાખલ કરી ‘Preview and Submit’ પર ક્લિક કરો.
- આ પછી તમે ભરેલી તમામ માહિતી એક ફોર્મ તરીકે બતાવશે જેની યોગ્ય રીતે ચકાસણી કરો અને ‘Submit’ બટન પર ક્લિક કરો. Submit પર ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે તમારી પાસે અરજી ક્ર્માંક આવશે. જેની યોગ્ય જગ્યાએ નોંધ કરી લો અથવા તો અરજીની PDF સેવ કરી લો.
નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
- નવા ચૂંટણી કાર્ડની અરજી કર્યા બાદ તમારી અરજી સ્થિતિ જાણવા માટે ECI ની અધિકૃત વેબસાઈટના ‘Track Application Status’ ના ઓપ્શન પરથી જાણી શકો છો. જો ‘Track Application Status’ માં તમારી અરજી મંજુર થઈ ગઈ હોય તો તમે આ વેબસાઈટ પરથી e-EPIC ડાઉનલોડ કરી શકો છે.
- ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે ECI વેબસાઈટના ‘Download e-EPIC’ નો ઑપ્શન સિલેક્ટ કરીને અરજી ક્રમાંક અથવા EPIC નંબર અને તમારું રાજ્ય પસંદ કરી ‘Search’ બટન પર ક્લિક કરશો એટલે તમારા EPIC કાર્ડની માહિતી જોવા મળશે.
- આ પછી ‘Send OTP’ પર ક્લિક કરી OTP વેરીફાઈ કરશો એટલે e-EPIC Card ડાઉનલોડ થઈ જશે.
1 thought on “નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? જાણો સંંપુર્ણ પ્રોસેસ વિગતવાર…”