અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

અંબાલાલ પટેલ:

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો એક રાઉન્ડ આવી ગયા બાદ ફરી એક વખત સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ આવવાનો છે તેવી આગાહી જાણિતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી એક-બે દિવસ સામાન્ય રેડાં-ઝાંપટા ચાલુ રહેશે તો પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ગરમી પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી એક-બે દિવસ રેડાં-ઝાંપટા સાથે જ ગરમી પડી શકે છે. રાજ્યમાં કાલથી હવામાનમાં થોડો પલટો કોવા મળી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધી 25.46 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. ઘણી વખત વરસાદી સિસ્ટમ બને છે અને તે નબળી પડવાના લીધે આગાહી પ્રમાણે વરસાદ આવ્યો નથી. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ સંભાવનાઓ છે અને અન્ય વિસ્તારોમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, 18 તારીખથી 25 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય બીજા વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આવતા ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે.

વરસાદનું પૂર્વાનુમાન; બંગાળની ખાડીમાં સિસ્ટમ, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી

અંબાલાલ પટેલ સિવાય પરેશ ગોસ્વામીએ પણ 16 જુલાઈથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાની શક્યતા છે. 16થી 30 જુલાઈ સુધીમાં રાજ્યના મોટા ભાગના ડેમો ઓવરફ્લો થાય એવો વરસાદ પડી શકે છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાંથી એક મજબુત સિસ્ટમ બનશે અને તે ગુજરાત સુધી આવતાં આવતાં ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. રાજ્યમાં 16 જુલાઈથી સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી પણ શક્યતા રહેલી છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

After one round of universal rains in Gujarat, a big round of universal rains is coming once again, forecaster Ambalal Patel said.

Ambalal Patel said that if normal showers continue for the next one or two days, East Gujarat, Central Gujarat and North Gujarat may experience heat. In Ahmedabad and Gandhinagar, the next one-two days may be hot with showers. The state may get some change in the weather from tomorrow.

Gujarat has received 25.46 percent average rainfall so far. Many a time a rain system forms and due to its weakening, rain does not come as predicted. Rain is forecast in the state for the next 5 days.

Meteorologist Ambalal said that normal to heavy rains are likely in some areas of South Gujarat and moderate to moderate rains may occur in other areas.

He further said that there is a possibility of heavy to very heavy rains in parts of Saurashtra and parts of South Gujarat from 18th to 25th. Apart from this, there may be good rain in other areas as well. Apart from this, there may be good rain in many areas of the state in the month of August as well.

Rain forecast; System in Bay of Bengal, Universal rainfall forecast over Gujarat

Apart from Ambalal Patel, Paresh Goswami is also likely to start a new round of rain in the state from July 16. From July 16 to 30, rains are likely to overflow most of the dams in the state.

Paresh Goswami said that a strong system will form from the Bay of Bengal and it may take the form of depression or deep depression as it reaches Gujarat. The state will witness widespread rains from July 16 and heavy to very heavy rains are also likely in some areas.

Special Note:

This information is given on the basis of weather charts which are subject to natural variation, always consider the information provided by Meteorological Department for your business activities.

WhatsApp Group Join Now

14 thoughts on “અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…”

Leave a Comment