Weather News: આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. જન્માષ્ટમીના તહેવાર ઉપર સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ જમાવટ કરશે.
આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકા, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લાના છુટા છવાયા અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આજે વરસાદની વધુ શક્યતા અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ છે.
આવનારા દિવસોમાં બંગાળની ખાડી એક્ટિવ બનશે સાથે સાથે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદનું મોટું સામ્રાજ્ય બનાવશે. ટૂંકમાં જન્માષ્ટમીના તહેવાર ઉપર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ અસર કરતા બનશે.
21 ઓગસ્ટે બંગાળની ખાડીમાં એક સાયકલોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થશે. જે ક્રમશ મજબૂત બનીને 23 ઓગસ્ટની આજુબાજુ એક મજબૂત લો પ્રેસરમાં ફેરવાશે. ટૂંકમાં આવતીકાલથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ બનશે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદના સંભાવનાઓ છે.
Weather News: ખેતીકાર્યો ફટાફટ પતાવી દેજો કારણ કે, 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટના દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવા મળશે.
મિત્રો હાલ સંભવિત વરસાદની સંભાવના 70% ફિક્સ શકાય છતાં પણ આ લાંબાગાળાનું આ એક હવામાનનું તારણ હોવાથી હવામાનના મોડલોમાં થોડો જાજો ફેરફાર પણ જોવા મળી શકે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
ગ્લોબલ મોડલની હાલની સ્થિતિ મુજબ 24 ઓગસ્ટના દિવસથી ગુજરાતમાં મેઘ સવારી ચાલુ થશે. એટલે કે 24 ઓગસ્ટની આજુબાજુ ગુજરાતમાં વરસાદના રાઉન્ડની શરૂ થશે. દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.