અંબાલાલ પટેલ એક પછી એક આવનારી સિસ્ટમો વિશે આગાહી કરી છે. સાથે જ તેમના જણાવ્યા અનુસાર, અતિભારે વરસાદનો આ છેલ્લો રાઉન્ડ નથી. હજુ તો સપ્ટેમ્બર મહિનો બાકી છે. જે દરમિયાન ઉપરાઉપરી સિસ્ટમો સર્જાશે અને ભારે વરસાદ ખાબકશે.
બંગાળની ખાડીમાંથી ગુજરાત આવેલી મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં તારાજી સર્જાઇ છે. આ સાથે જ અંબાલાલ પટેલે એક પછી એક આવનારી સિસ્ટમો વિશે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું કે, 28 ઓગસ્ટે જે સિસ્ટમ બની છે તેનો માર્ગ ઓરિસા, બિહાર અને ઉત્તરપૂર્વ તરફ રહેશે. જ્યારે બીજી સિસ્ટમ આજે બનશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે.
સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં એટલે કે, 1 અને 2 તારીખે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાર બાદ સિસ્ટમ પર સિસ્ટમ બનશે અને 4 તથા 5 સપ્ટેમ્બરે વરસાદ થવાની શક્યતા રહેશે.
ભારે વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 10મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે સ્થિતિ રહેશે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં એક પછી એક સિસ્ટમ બનવાની છે. સપ્ટેમ્બરમાં વધુ વરસાદની સંભાવના પાછળનું કારણ આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, લાલીનોની અસર હજુ થઇ નથી. આમ છતાં એટમોસફેરિક વેવ મજબૂત છે.
જાપાનમાં બનતી સિસ્ટમો, ત્યાં નાના પ્રકારના સાયક્લોન બનતા હોય છે. દક્ષિણ ચીનમાં નાના પ્રકારના સાયક્લોન બનતા હોય છે, પ્રશાંત સાગરમાં આવી સ્થિતિ રહેશે, આ બધાના અવશેષોના કારણે હજુ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો પર સિસ્ટમો બનશે.
15 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થશે. ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.
હવામાન ખાતા પ્રમાણે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થઇ શકે છે, પરંતુ હકીકતમાં આ ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિદાય લઇ શકે તેવી શક્યતાઓ છે. એટલે સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ માટે ગુજરાતે તૈયાર રહેવું પડશે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.