અશોકભાઈ પટેલની આગાહી; ગુજરાતમાં આજથી 29 તારીખ સુધી મેઘરાજાની જમાવટ

સાતમ-આઠમ પર્વમાં મેઘરાજા જમાવટ કરશે. બંગાળની લો-પ્રેસર સિસ્ટમ્સની અસરરૂપે સાર્વત્રીક વરસાદનો રાઉન્ડ આવશે. તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

તેઓ જણાવે છે કે વરસાદનો મુખ્ય રાઉન્ડ તા. 24-25 થી 28 ઓગષ્ટ સુધી ગુજરાત રિજિયનમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તા. 24-25 થી 29 ઓગષ્ટ સુધીનો રહેશે.

તા. 23થી 29 ઓગષ્ટ દરમિયાન બહોળા વિસ્તારમાં 35થી 75 મી. મી. સુધી કુલ વરસાદ, તેમજ 20% વિસ્તારોમાં 75થી 150 મી. મી. કુલ વરસાદ તથા લો-પ્રેસર સિસ્ટમ્સના ટ્રેક આધારીત આયસોલેટેડ વિસ્તારમાં ભારેથી અતિભારે 200 મી. મી.થી વધુ વરસાદની શક્યતા છે.

હાલની પરીસ્થિતિ મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

નોર્થ બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તાર પરનું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરીને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે. આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. તારીખ 24થી 29 ઓગસ્ટ સુધી પવનનું જોર રહેશે.

નોર્થ બંગાળની ખાડીમાં એક યુએસી 24 ઓગષ્ટ આસપાસ થવાની શક્યતા છે. વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તા. 23થી 29 ઓગસ્ટ સુધીની આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદના સારા રાઉન્ડની શક્યતા છે.

  • આગાહી સમયમાં બહોળા વિસ્તારમાં 35થી 75 મી. મી. કુલ વરસાદ (સવાથી 3 ઇંચ)
  • ૨૦ ટકા સુધીના વિસ્તારમાં 75 મી. મી. થી 150 મી. મી. કુલ વરસાદ (3 થી 6 ઇંચ)
  • લો-પ્રેસર સિસ્ટમ્સ આધારીત આઇસોલેટેડ વિસ્તારમાં ભારેથી અતિ ભારે 200 મી. મી. (8 ઇંચ)
  • અમુક આઇસોલેટેડ વિસ્તારમાં ૩૫ મી. મી. સુધી (સવા ઇચ)
  • તા. 24થી 29 ઓગષ્ટ પવનનું જોર રહેશે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment