Gujarat Meghtandav: છેલ્લાં 48 કલાકમાં પોરબંદર- 24 ઇંચ, કલ્યાણપુર- 17 ઇંચ, દ્વારકા અને કેશોદ- 16 ઇંચ, રાણાવાવ અને વંથલી- 14 ઇંચ, પાટણ અને વેરાવળ- 10 ઇંચ, માણાવદર- 9 ઇંચ, સુત્રાપાડા- 8 ઇંચ, કુતિયાણા, ખંભાળિયા અને જામજોધપુર- 7 ઇંચ વરસાદ નોંધાયો છે.
બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશન ઓરરીસાના પુરી આસપાસ પ્રવેશ કરી લીધો છે અને હાલ તે પશ્ચિમથી પશ્ચિમ દિશામાં 4Km/hr ની ગતિથી આગળ વધી રહ્યું છે. જે આવતા 48 કલાકમાં નબળુ પડીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે.
સૌરાષ્ટ્ર-કચ્છ પર રહેલા સકર્ક્યુલેશન હજુ પણ યથાવત છે તેથી હજુ પણ આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.
બાકીના સૌરાષ્ટ્ર/કચ્છ તથા દક્ષિણ ગુજરાતના છુટા છવાયા વિસ્તારમાં તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદની શકયતા રહેલી છે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત આસાપાસ આવતાં 22 જુલાઈથી 27 જુલાઈ વચ્ચે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે. જે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્યપૂર્વ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રને પણ સારો લાભ આપી શકે છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 20થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે.
આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Meghtandav: હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.
બાકીના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો આધાર આ અને આવનારી બંને સિસ્ટમના ટ્રેક પર રહેલો છે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.