Gujarat Rain Prediction:
સૌરાષ્ટ્ર ગુજરાતથી લઈને રાજસ્થાન, હરિયાણા, ઓડિસા અને મહારાષ્ટ્ર સહીત વિવિધ ભાગો પર હવાનું હળવું દબાણ સર્જાયેલું હોવાથી અત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિ વિધિ (Gujarat Rain Prediction) ચાલુ છે અને હજુ પણ ચાલુ જ રહેશે.
વરસાદના આ મિની રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ આવી ગયો છે અને આ મીની રાઉન્ડ ગઈકાલ રાત્રે પૂરો થઈ ગયો છે. આજથી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ સુધરવાની શરૂઆત થઈ ચૂકી છે. અલગ અલગ વિસ્તારોમાં સારા રેડાં ઝાપટાં ચાલુ થઈ ગયા છે.
દરિયા કાંઠાના આસપાસના વિસ્તારોમાં રેડાં ઝાપટાંની શરૂઆત થઇ ગઈ છે અને હજુ દિવસ દરમિયાન બાકીના દરિયા કાંઠાના વિસ્તારો અને તેની આસપાસના અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે.
દક્ષિણ ગુજરાતમાં આજે હવે ધીમે ધીમે વરસાદના પ્રમાણમાં વધારો થશે અને દરિયા કાંઠાના વિસ્તારો ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની પણ શક્યતા છે.
બાકીના સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક સારા રેડાં ઝાપટાં ચાલુ રહેશે. હજુ પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
બાકીના સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે. જોકે અમુક વિસ્તારોમાં આ મીની રાઉન્ડમાં વરસાદ આવ્યો નથી.
વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…
આ સિવાય આજે પૂર્વ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ રેડાં ઝાપટાં ચાલુ રહેશે. બાકી બધે ક્યાંક ક્યાંક મેળ પડે તો છૂટા છવાયા ઝાપટાં પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં હજુ એકાદ દિવસમાં વરસાદમાં વધારો થશે અને અમુક વિસ્તારોમાં ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારો વલસાડ અને ડાંગ જિલ્લાના ઘાટ વિસ્તારોમાં જોરદાર વરસાદની શક્યતા પણ છે. મુંબઈમાં હવે આજ કાલમાં ફરી ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થશે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.
As light air pressure has formed over various parts from Saurashtra Gujarat to Rajasthan, Haryana, Odisha and Maharashtra, rains are currently continuing and will continue in some areas.
In this mini round of rain many areas received good rain and this mini round ended last night. From today, the climate in South Gujarat has already started to improve. Good showers have started in different areas.
Showers have started in the surrounding coastal areas and rain will start in the rest of the coastal areas and some surrounding areas during the day.
Rainfall will gradually increase in South Gujarat today and heavy rain is also likely in the coastal areas of Bharuch, Surat, Navsari and Valsad districts.
વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…
Scattered rains will continue at isolated places over rest of Saurashtra, Central East Gujarat and North Gujarat. Rain is still likely in some areas of Bhavnagar, Amreli, Gir Somnath and Junagadh districts of East Saurashtra and South Saurashtra.
The rest of Saurashtra is also receiving scattered rains in some areas. However, some areas did not receive rain in this mini round.
Apart from this, there will be a possibility of rain in East Saurashtra and coastal areas of Saurashtra today. Light to moderate showers will continue in some areas. Elsewhere, if there is a match somewhere, there may be scattered showers.
Rainfall will increase in South Gujarat in another day or so and there is a possibility of heavy rain in some areas especially coastal areas of Valsad and ghat areas of Dang district. Heavy to very heavy rains will start again in Mumbai today.
Special Note:
This information is given on the basis of weather charts which are subject to natural variation, always consider the information provided by Meteorological Department for your business activities.