વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…

WhatsApp Group Join Now

Rain Lottery Round:

ગુજરાતમાં લોટરી રાઉન્ડનો સમય આવી ગયો છે. જેમાં આજથી વાતાવરણમાં સુધારો થવા લાગ્યો છે. રાજ્યના ક્યાંક ક્યાંક રેડા/ઝાપટા પડી શકે છે. તેમજ અમુક સીમિત વિસ્તારમાં સારો વરસાદ પણ ચાલુ થઈ શકે છે.

મુખ્યત્વે લોટરી રાઉન્ડની શરૂઆત આવતી કાલથી એટલે કે 9 જુલાઈથી થશે. લોટરી રાઉન્ડની અસરના ભાગરૂપે આજથી વાતાવરણમાં સુધારો થવા લાગ્યો છે. આ સિવાય આજથી તેની અસરના ભાગ રૂપે રાત્રે મધ્યપૂર્વ ગુજરાત, ઉત્તરપૂર્વ ગુજરાત બાજુ છૂટો છવાયો વરસાદ ચાલુ થઈ શકે છે.

વરસાદના આ લોટરી રાઉન્ડમાં છૂટો છવાયો લોટરીની જેમ વરસાદ પડશે. એટલે કે જ્યાં વરસાદ પડે ત્યાં પડે બાકી સાર્વત્રિક વરસાદના રાઉન્ડની જેમ બધાય વિસ્તારોમાં વરસાદ ન પડે.

લોટરી રાઉન્ડની વધુ અસર ગુજરાત રિજનના ભાગો એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રહેશે. આ વિસ્તારોની સાપેક્ષમાં સૌરાષ્ટ્ર/કચ્છમાં આ લોટરી રાઉન્ડની થોડી ઓછી અસર રહેશે.

ટૂંકમાં કોઈ એક વિસ્તાર પૂરતો નહિ પણ ગુજરાતના બધા ઝોનમાં લોટરી રાઉન્ડ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. આ રાઉન્ડમાં 30 ટકા આસપાસના વિસ્તારમાં અસરકારક રહેશે. વરસાદનો એક મીની રાઉન્ડ પુર્ણ થયો ત્યાં તો 9/10 જુલાઈથી ફરી એક વરસાદના મીની રાઉન્ડની શક્યતા રહેશે. આ રાઉન્ડ પણ ખૂબ ટૂંકો અને મર્યાદિત વિસ્તારમાં વરસાદ પડશે.

આ મીની રાઉન્ડમાં પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. આ સિવાય મીની રાઉન્ડમાં ઉત્તર પૂર્વ ગુજરાત લાગુ મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં થોડી થોડી શક્યતા રહેશે.

મનરેગા જોબકાર્ડ (MGNREGA) શું છે? આ યોજનાનો લાભ કોને મળે?

મીની રાઉન્ડની શરુઆત પૂર્વ ગુજરાત લાગુ દક્ષિણ પૂર્વ ગુજરાતના વિસ્તારોથી લઈને પછી ધીમે ધીમે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને વિસ્તારમાં વધારો થતો જશે. ત્યાં સુધી રાજ્યના બાકીના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક છૂટા છવાયા ઝાપટા આવી શકે છે.

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સૂકું નથી એટલે રાજ્યના અમુક અમુક વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા રહેશે. ત્યાર બાદ બંગાળની ખાડીમાં નવી અને મજબુત સિસ્ટમ બનશે એટલે 15મી જુલાઈથી સમગ્ર રાજ્ય માટે વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થઈ જાય તેવી શક્યતા છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

The time has come for the lottery round in Gujarat. In which the climate has started to improve from today. Some places in the state may experience showers/thundershowers. Also, good rain may continue in some limited areas.

Mainly the lottery round will start from tomorrow i.e. 9th July. The weather has started to improve from today due to the effect of the lottery round. Apart from this, scattered rain may continue over Central Gujarat, Northeast Gujarat during night as part of its impact from today.

Rain Lottery Round:

This lottery round of rain will rain like a loose lottery. That is, wherever it rains, it does not rain in all areas like a round of universal rain.

Lottery round will have more impact on parts of Gujarat region i.e. South Gujarat, Central Gujarat and North Gujarat. Saurashtra/Kutch will have little effect of this lottery round as compared to these areas.

In short, not one area is enough but all the zones of Gujarat can get scattered rains in the lottery round. This round will be effective in 30 percent surrounding area. Where one mini round of rain is completed, another mini round of rain is likely from July 9/10. This round will also be very short and there will be rain in limited areas.

There will be chances of rain in some areas of East Gujarat and South Gujarat in this mini round. Apart from this, there will be a little possibility in some areas of North East Gujarat and Central Gujarat in the mini round.

The mini round will start from the areas of East Gujarat applicable to South East Gujarat and then gradually the rainfall amount and area will increase in South Gujarat. Until then, scattered showers may occur in the rest of the state.

The Western Disturbance is also not dry in Gujarat, so there will be a possibility of showers in some parts of the state. After that, a new and stronger system will form in the Bay of Bengal, so a fresh round of rain is likely to start for the entire state from July 15.

Special Note:

This information is given on the basis of weather charts which are subject to natural variation, always consider the information provided by Meteorological Department for your business activities.

WhatsApp Group Join Now