મઘા નક્ષત્રમાં મેઘતાંડવ/ બારે મેઘ ખાંગા, 25થી 29 ઓગસ્ટ ગુજરાત માટે ભારે

જન્માષ્ટમીમાં ખૂબ સારો વરસાદની આવવાનો છે. પરંતુ અમુક વિસ્તાર માટે આ વરસાદ સાથે એક કઠણાઈ પણ આવી રહી છે.

ગુજરાત ઉપર જે લો પ્રેશર આવી રહ્યું છે તે ગુજરાત બોર્ડર પહોંચે ત્યારે મજબૂત બનવાનું ચાલુ થઈ ડિપ્રેશનથી ડીપડિપ્રેશન સુધી મજબૂત થઈ જશે. જે ઘણા વિસ્તાર માટે સારા સમાચાર તો અમુક વિસ્તાર માટે ખરાબ સમાચાર છે.

સારા સમાચાર એ રીતે કે આ સિસ્ટમ થકી ગુજરાતમાં 99% સાર્વત્રિક વરસાદની શક્યતા છે એટલે કે ચાર દિવસથી રાઉન્ડ શરૂ થયો તેમાં જે વિસ્તારમાં વરસાદ હજુ નથી આવ્યો ત્યાં બધે આવી જાય તેવી શક્યતા છે.

ખરાબ સમાચાર એ રીતે કે સિસ્ટમ કેન્દ્ર જ્યાંથી પસાર થશે તેની દક્ષિણ પશ્ચિમ ભાગમાં રીતસરની તબાહી મચાવી શકે છે. વરસાદના આંકડાની કોઈ સીમા નહિ રહે ત્રણ દિવસની ટોટલ વરસાદ અમુક વિસ્તારમાં 10 ઇંચથી 20ઇંચ થઈ શકે છે.

જો સિસ્ટમ કોઈ એક જગ્યાએ વધુ પડતી કેન્દ્રિત રહેશે તો તે વિસ્તારમાં આ ત્રણ દિવસમાં વરસાદનો આંકડો 30 ઇંચને પાર થાય તેવી મજબૂત સિસ્ટમ છે.

વરસાદના આ રાઉન્ડની મુખ્ય અસર આવતી કાલે પૂર્વ ગુજરાત બાજુથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે. જ્યારે જનામષ્ટમીમાં આ સિસ્ટમ ગુજરાતની વચ્ચે સેટ થઈ જશે અને મોટાભાગના ગુજરાતમાં વરસાદ તો સેન્ટર નજીક તબાહી ચાલુ કરી શકે છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

મુખ્ય અસર આઠમ અને નોમ એટલે કે સોમવાર અને મંગળવાર જ્યારે બુધવારે સિસ્ટમ ગુજરાત બહાર નીકળે તેવી શક્યતા છે.

તો પૂર્વ ગુજરાત સાઈડથી ત્રણ દિવસ રવિવારથી મંગળવાર ગણાય અને પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ સોમવારથી બુધવાર ગણાય આ રીતે ત્રણ દિવસ ધ્યાનમાં લેવા. આજથી વરસાદના વિસ્તાર વધવાનું ચાલુ પણ થઈ જશે.

હાલની સિસ્ટમની ધારણા પ્રમાણે આગાહી આપેલી છે જો સિસ્ટમ મજબૂત થવામાં જેટલું મોડુ કરે તેટલુ ભુક્કા વાળા વરસાદના આંકડાના વિસ્તાર ઘટી શકે છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment