પુષ્ય નક્ષત્ર / વરસાદ સંજોગ; જાણો કયું વાહન, કેટલો વરસાદ? ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

પુષ્ય નક્ષત્ર: દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસામાં કેવો વરસાદ થશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. તેથી આજે આપણે વરસાદના પુષ્ય નક્ષત્ર વિશે માહિતી મેળવીશું.

પુષ્ય નક્ષત્ર ક્યારે શરૂ થશે?

હાલમાં ચોમાસાનું પુનર્વસુ નક્ષત્ર શરૂ છે. પુનર્વસુ પછી પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે. પુષ્ય નક્ષત્ર તા. 19/07/2022 ને શુક્રવારે રાત્રે 11: 11 શરૂ થશે અને 01 ઓગસ્ટ સુધી શરૂ રહેશે.  આ નક્ષત્રનું વાહન દેડકો છે. પુષ્ય નક્ષત્ર પછી આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે.

પુષ્ય નક્ષત્રની પ્રાચીન લોકવાયકા:

“પુનર્વસુ ને પુષ્ય, બેય ભાયલા,
વરસા તો વરસા, વાયલા તો વાયલા”

લોકવાયકા મુજબ, જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે. એટલે આ બે નક્ષત્રમાં વરસાદ જોરદાર પડશે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રીઓનું છે. આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં ખુબ ભારે વરસાદ પડ્યો છે ત્યારે લોકવાયકા મુજબ પુષ્ય નક્ષત્રમાં ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

કહેવત છે કે પખનાં પાણી અને અમૃત વાણી એટલે આ નક્ષત્રનું પાણી મીઠું હોય છે. એટલે કે પુષ્ય/પખ નક્ષત્રમાં વરસતો વરસાદ ખેતી પાક માટે અમૃત સમાન ગણવામાં આવે છે. આ નક્ષત્રમાં પણ સારા વરસાદનાં સંજોગો છે.

પુષ્ય નક્ષત્ર: બે-ત્રણ દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે. આ દરમિયાન ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આજે રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આજે રાજ્યના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ સહીત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી; વરસાદનો નવો રાઉન્ડ આ તારીખથી શરૂ…

આ ઉપરાંત 11 જિલ્લાઓ કે જેમાં ભારે વરસાદની આગાહી કરાઇ તેમાં કચ્છ, મોરબી, જામનગર, બોટાદ, ભાવનગર, ભરુચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગનો સમાવેશ થાય છે. આ સાથે આજે રાજ્યના અન્ય 13 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment