વેધર સમાચાર: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ બન્યો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દીવ અને દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ રહેવાનો છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે.
જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતી કાલે 13 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત 14 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?
વેધર સમાચાર: જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 15 ઓગસ્ટના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તે સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.