Heavy Rain Forecast:
ગઈ કાલે દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે, ઉત્તર ગુજરાત, ઉત્તર મધ્ય સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં સારો વરસ્યો હતો તો ક્યાંક ભારે વરસાદ (Heavy Rain Forecast) પણ આવ્યો હતો. આ સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તારોમાં પણ સારો વરસાદ આવ્યો હતો.
ગુજરાતમાં આજે દક્ષિણ સૌરાષ્ટ્ર લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે એટલે કે પોરબંદરથી રાજુલા સુધી સારા વરસાદની શક્યતા છે. તેમાં દરિયામાં વરસાદની શક્યતા વધુ છે તેમ છતાં થોડું ઉપર આવે તો માંગરોળથી ઉના સુધીમાં ભારે વરસાદ પણ આવી શકે છે.
આજ સાંજ સુધીમાં થોડું અંદર આવે તો દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, દક્ષિણ રાજકોટ, ગીર સોમનાથ અને દક્ષિણ અમરેલી જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા રહેશે. થોડું ઉપર આવે તો આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે.
ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં હજુ આજે પણ કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. ગઈ કાલે રાત્રે પણ અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો હતો.
મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને વડોદરા જિલ્લાના અમુક વિસ્તારોમાં ગઈ કાલે રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો અને આજે હજુ પણ અમુક વિસ્તારોમાં સારા વરસાદની પણ શક્યતા રહેશે.
આ ઉપરાંત છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં હજુ એકાદ દિવસ છૂટાં છવાયા વિસ્તારોમાં વરસાદ રહેશે અને આગળ જતાં વાતાવરણમાં સુધારો થશે. જોકે ગઈ કાલે રાત્રે દરિયામાં વરસાદ રહ્યો હતો.
વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં બોર્ડર આસપાસ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જોકે વધુ શક્યતા બોર્ડરની બીજી બાજુ રહેશે. થોડું ઉપર-નીચે થશે તો સારો વરસાદ પડી શકે છે. આ સિવાય કચ્છના છૂટા છવાયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા રહેશે.
આજે દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ મધ્ય સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ પડશે એવી શક્યતાઓ રહેલી છે. થોડી વારમાં દક્ષિણ સૌરાષ્ટ્ર વરસાદ ચાલુ થાશે અને કચ્છ સહિત ઉત્તર અમે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવશે.
ખાસ નોંધ:
આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.
Heavy Rain Forecast:
Yesterday, there were good rains in many areas of coastal South Saurashtra, North Gujarat, North Central Saurashtra and Kutch, while there were heavy rains in some places. Apart from this, scattered areas of western Saurashtra also received good rain.
In Gujarat, there is a possibility of good rain today along the sea coast of South Saurashtra and West Saurashtra i.e. from Porbandar to Rajula. Although there is more chance of rain in the sea, if it comes up a little, there may be heavy rain from Mangrole to Una.
If a little comes in by this evening, there will be a possibility of good rain in South Saurashtra’s Junagadh, South Rajkot, Gir Somnath and South Amreli districts. If it comes up a little, there will be a possibility of heavy rain in these areas as well.
વરસાદનો લોટરી રાઉન્ડ: આ તારીખથી ફરી ગુજરાતમાં વરસાદનો મીની રાઉન્ડ…
There is a possibility of rain with heavy rain in Rajkot, Surendranagar, Morbi, Jamnagar, Dwarka, Porbandar, Amreli, Botad and Bhavnagar districts of North Saurashtra, Central Saurashtra and applicable West Saurashtra today. Even last night rain started in some areas.
Some areas of Ahmedabad, Kheda, Anand, Gandhinagar, Mehsana, Banaskantha, Patan and Vadodara districts of Central East Gujarat and North Gujarat received heavy rainfall last night and there will be a chance of good rain in some areas today.
Apart from this there will be chance of rain in some areas of Chhota Udepur, Panchmahal, Dahod, Mahisagar, Aravalli and Sabarkantha districts. There will be rain in scattered areas in South Gujarat for another day or so and the weather will improve further. However, there was rain at sea last night.
Heavy rain is likely at some areas along the border in Sabarkantha, Aravalli, Mahisagar and Dahod districts. But more likely to be on the other side of the border. If there will be a little up and down, there may be good rain. Apart from this, there will be a chance of rain with thundershowers in scattered areas of Kutch.
There are chances of heavy rain in South Saurashtra and West Central Saurashtra today. South Saurashtra rains will start shortly and rains will also occur in north and central Gujarat including Kutch.
Special Note:
This information is given on the basis of weather charts which are subject to natural variation, always consider the information provided by Meteorological Department for your business activities.