લસણના ભાવમાં ઘટાડો કેમ થયો? જાણો આજના (04/07/2024 ના) લસણના ભાવ

WhatsApp Group Join Now

લસણ (Garlic Price): ભારતમાં છેલ્લા ત્રણ વર્ષથી લસણની બજારમાં પીટાયા પછી ખેડૂતોને આ વર્ષે સારા ભાવ મળી રહ્યાં છે, ત્યારે બિનઅધિકૃત રીતે ચાઈનામાંથી લસણ આપણા ભારત દેશમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે તેવા સમાચાર મળી રહ્યાં છે. તેથી જ ખેડૂતો અને કિસાન સંગઠનો દ્વારા આ વાતને સરકારનાં કાન સુધી વાત પહોંચાડવી પડશે.

ચાઈનામાંથી આવતા લસણનો ભારતમાં પ્રતિબંધ છે, પણ કેટલાક લોકોને આ કામના પૈસા મળતાં હોવાથી છે. જો સમયસર સરકાર તરફથી પગલા લેવામાં ન આવે તો દેશની મોટા ભાગની મંડીઓમાં ચાઇનીઝ લસણ પહોંચતા વાર નહીં લાગે.

ચાઈનામાંથી આવી રીતે આવતું ચાઈનીઝ લસણ ભારતીય લસણની બજારને પછાડવામાં મોટી ભૂમિકા ભજવીને લસણના ભાવ ઘટાડી શકે છે, જેના લીધે આપણા દેશના ખેડૂતોને ભારે નુકશાન સહન કરવું પડી શકે છે.

ભારતમાં આ વર્ષે લસણ પાક ઓછો હોવાથી લસણની બજારોમાં સારા ભાવ ચાલી રહ્યાં છે. જોકે અત્યારે લસણમાં કોઇ મોટા નિકાસ કામ નથી. ચોમાસાનાં વરસાદના બે-ચાર સારા રાઉન્ડ આવી જાય તો લસણની બજારો ઘટી શકે છે.

લસણ (Garlic Price): ચાઇનામાંથી લસણ વાયા નેપાળથી ગેરકાયદેસર રીતે આપણા ભારતમાં આવી રહ્યું છે. જો આવી રીતે ગેરકાયદેસર આયાત બંધ કરીશું તો લસણનાં ભાવના પ્રતિકિલો રૂ. ૩૦૦થી રૂ. 400 ભાવ થાય તેવી સંભાવનાઓ છે.

મનરેગા જોબકાર્ડ (MGNREGA) શું છે? આ યોજનાનો લાભ કોને મળે?

જોકે સરકાર આપણા ખેડૂતો સામે નહીં જોશે તો ચાઇનાનું લસણ આ રીતે દેશમાં આવતું રહેશે તો અત્યારે ખેડુતોને જે ભાવ મળી રહ્યા છે તે ભાવથી બજારમાં પ્રતિકિલો રૂ. 50થી લઈને રૂ. 100 સુધીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે.

જામનગર હાપા યાર્ડના વેપારી એસોશિએશનનાં પ્રમુખ જીતુભાઇ તાળા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ચાઇનાના લસણ ગેરકાયદેસર આવકો થતી હોવાથી દેશના ખેડૂતોની આવકને મોટી અસર થઇ શકે છે.

દેશમાં લસણની ગેરકાયદેસર આવક જ્યાંથી થાય છે, ત્યાં સરકાર દ્વારા પગલાં લેવામાં આવતા બોર્ડર પર 120 કટ્ટાની એક ગાડી રોકી છે. પરંતુ ખેડૂતોએ આ બાબતે, દરેક માર્કેટ યાર્ડનાં વેપારીઓએ તથા કિસાન સંગઠનોએ જાગ્રૃત થઇ સરકારને ભારપૂર્વકની રજુઆતો કરવાની જરૂર છે.

આ સિવાય ચોમાસા શરૂ થઈ ગયું હોવાથી મોટા ભાગની મંડીઓમાં વાસવાળું લસણ આવી રહ્યું છે. જામનગર માર્કેટ યાર્ડમાં 60 ટકા લસણ વાસવાળું અને 40 ટકા જ લસણ સારૂ આવી રહ્યું છે.

મનરેગા જોબકાર્ડ (MGNREGA) શું છે? આ યોજનાનો લાભ કોને મળે?

લસણ (Garlic Price): જામનગર યાર્ડમાં વાસવાળા લસણના ભાવ રૂ. 1300 લઈને રૂ. 2200 સુધીના બોલાઈ રહ્યાં છે તો સારા લસણ ભાવ રૂ. 2200 થી રૂ. 3300 સુધીનાં બોલાઈ રહ્યાં છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં જે 600થી 800 ગુણી આવક સાથે 50% સારો અને 50% વાસવાળો માલ આવી રહ્યો છે. જેમાં સારા લસણનો ભાવ રૂ. 2500 થી રૂ. 3300 અને વાસવાળા લસણના ભાવ રૂ. 1000 થી લઈને રૂ. 1700 સુધીના બોલાઈ રહ્યાં છે.

આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં 300થી 500 કટ્ટા દેશી લસણની આવકમાં 80 ટકા લસણ તો વાસવાળું આવે છે. જેનાં ભાવ પ્રતિમણ રૂ. 700થી રૂ. 1500 તથા સારા લસણના રૂ. 2800થી લઈને રૂ. 3500 સુધીના ભાવે વેપાર થઈ રહ્યા છે.

લસણના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-07-2024, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણના બજાર ભાવ રૂ. 1550થી રૂ. 3150 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના ભાવ રૂ. 1091થી રૂ. 3681 સુધીના બોલાયા હતા.

જ્યારે જામનગર માર્કેટ યાર્ડમાં લસણના ભાવ રૂ. 610થી રૂ. 3500 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લસણના ભાવ રૂ. 1150થી રૂ. 2851 સુધીના બોલાયા હતા.

લસણના બજાર ભાવ (Garlic Price 04-07-2024):

તા. 03-07-2024, બુધવારના લસણના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ15503150
ગોંડલ10913681
જામનગર6103500
જેતપુર11502851
WhatsApp Group Join Now

Leave a Comment