તહેવાર ટાણે મેઘતાંડવ; વિસ્તાર પ્રમાણે આગાહી, જાણો ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે?

ચોમાસું વરસાદ: બંગાળની ખાડીનું લો પ્રેશર આગામી કલાકોમાં પશ્ચિમ તરફ આગળ વધશે, જેનો સંભવિત માર્ગ નીચે મુજબ રહી શકે છે.

પશ્ચિમ મધ્ય પ્રદેશ > ઉત્તર ગુજરાત/દક્ષિણ રાજસ્થાન બોર્ડર > કચ્છ/દક્ષિણ પૂર્વ પાકિસ્તાન/સિંધ બોર્ડર > ઉત્તર અરબ સાગર

લો પ્રેશર આગામી કલાકોમાં મજબૂત બને તેવી સંભાવના છે અને દક્ષિણ રાજસ્થાન/ ઉત્તર ગુજરાત/ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ આસપાસ પહોંચતા સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે.

સિસ્ટમ મજબૂત બન્યા બાદ પણ લગભગ પશ્ચિમ તરફ ગતિ કરશે.

આગામી 4-5 દિવસ મોનસૂન ટ્રફનો પશ્ચિમ છેડો સામાન્યથી દક્ષિણ તરફ રહેશે. દક્ષિણ પૂર્વ પાકિસ્તાન/ ઉત્તર કચ્છ/ દક્ષિણ રાજસ્થાન/ ઉત્તર ગુજરાત/ મધ્ય પ્રદેશના ભાગો આસપાસ રહેશે.

ઓફ શોર ટ્રફ જે હાલ ઉત્તર કોંકણથી કેરલ સુધી સક્રિય છે તે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતથી કેરલ કાંઠા સુધી સક્રિય રહેશે.

ચોમાસું વરસાદ: ઉપરોક્ત પરિબળોની અસર હેઠળ, તા 25થી 29 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. એટલે કે રાજ્યના 80-90% વિસ્તારોમાં આ 5 દિવસો દરમિયાન ટોટલ 1.5થી 5 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

જ્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. લગભગ 30-40% વિસ્તારોમાં 5થી 10 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

તો રાજ્યના અમુક, લગભગ 10-15% વિસ્તારોમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદ 250થી 500 મિમિ એટલે કે 10થી 20 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

હાલની પરિસ્થિતિ મુજબ, તા 25થી 29 ઓગસ્ટ દરમિયાન પૂર્વ મધ્ય ગુજરાત સંલગ્ન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ અને ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર, તેમજ કચ્છ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

વરસાદનું પુર્વાનુમાન; હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ કેવું વાતાવરણ રહેશે?

હાલની વાતાવરણીય પરિસ્થિતિઓ તેમજ હવામાન પ્રણલીઓની સ્થિતિ મુજબ, વરસાદનું જોર કયા જિલ્લાઓ વધુ રહેશે તે જોઈએ તો,

પૂર્વ મધ્ય ગુજરાત:- , દાહોદ, પંચમહાલ, મહીસાગર, આણંદ, વડોદરા, ખેડા, અમદાવાદ

ઉત્તર ગુજરાત:- સાબરકાંઠા, અરવલ્લી, મેહસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા

દક્ષિણ ગુજરાત:- ભરુચ, નર્મદા (સંલગ્ન સુરતના વિસ્તારો)

સૌરાષ્ટ્ર:- મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ (સંલગ્ન અમરેલીના વિસ્તારો), બોટાદ (સંલગ્ન ભાવનગરના વિસ્તારો), જામનગર, દ્વારકા (સંલગ્ન પોરબંદરના વિસ્તારો)

કચ્છ:- કચ્છના મોટા ભાગના વિસ્તારો

ઉપરોક્ત જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. તો ઉપરોક્ત જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઈટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો

ખાસ નોંધ:

આ માહિતી વેધરચાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હમેંશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી.

WhatsApp Group Join Now

Leave a Comment